સાગઠિયા એક વર્ષથી લાક્ષાગૃહના કૌભાંડ જાણતા હતા

  • May 31, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગેમ ઝોન અગ્નિકાંડના ગઇકાલે આરોપી બનેલા મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા દુધે ધોયેલા કે અજાણ હોય એવું નથી. તેઓ ગેમઝોન અિકાંડ (લાક્ષાગૃહ)ના કૌભાંડ છેલ્લા એક વર્ષથી જાણતા હતાં આમ છતાં કોઇપણ કારણોસર આંખો મીંચીને આંધળાભીત થઇ જતાં ગત શનિવારે ન બનવાની માનવસર્જીત દુર્ઘટના બની હતી.

ગેમ ઝોન અિકાંડની હાઇકોર્ટે પણ તીખી આલોચના કરી છે. હાઇકોટે આ ઘટનાને હત્યાથી ઓછી આંકી નથી. હાઇકોર્ટની લપડાક બાદ સફાળી બેઠી થયેલી સરકારે આ દુર્ઘટનાને હાલના તબકકે તો ગંભીર પણ લીધી છે. બીજા દિવસે જ નાના સરકારી બાબુઓ એવા સાત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતાં અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી નાંખી હતી. પ્રારંભથી જ એવી વાતો વહેતી થઇ હતી કે, સમગ્ર ગેરકાયદે બાંધકામ બાબતે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અજાણ હોય એવું બને નહીં, કયાંક ૫૦ વારમાં પણ નાનુ એવું મકાન બનતું હોય કે કોઇ વધારાનું છજું કે નાની ગેલેરી બહાર કાઢે તો પણ આ ટીપી શાખા તૂટી પડે, નોટીસો આપી દે અને છેલ્લે બુલડોઝર પણ ફેરવી નાખે.

આ ગેમ ઝોનમાં ખડકાયેલું હજારો ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ શું ટીપી શાખાને ધ્યાને નહીં આવ્યું હોય ? ના એવું કાંઇ હતું નહીં ટીપી શાખા બધુ જાણતી જ હતી. ગત એપ્રિલ માસમાં આ ગેમઝોનના ગેરકાયદે બાંધકામ અંગે યુવરાજસિંહ સોલંકીને આ બાંધકામ દિવસ–૭માં દૂર કરવા માટે વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા દ્રારા નોટીસ ફટકારવામાં આવી હતી. આમ છતાં બે માસના સમયગાળા સુધી આ બાંધકામ દૂર થયું ન હતું ત્યારબાદ જૂન માસમાં તા.૦૮–૦૬–૨૦૨૩ના રોજ ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠિયાની સહીથી ૨૬૦૨ની કલમ હેઠળ નોટીસ આપી દિવસ–૭માં બાંધકામ દૂર કરવા નહીં તો ટીપી શાખા દ્રારા આ બાંધકામ તોડી પડાશે તેવું યુવરાજસિંહને લેખીતમાં જણાવેલ હતું. સાત દિવસ નહીં સાત માસ નહીં પરતું ૧૧–૧૧ માસ વિતવા છતાં મસમોટા મોતના માચડાના ગેરકાયદે બાંધકામની એક ઈંટ પણ કોર્પેારેશને ખસેડી ન હતી. જો ટીપી શાખા કે ટીપીઓ એવો બચાવ કરે કે તેઓને કોઇ ખ્યાલ ન હતો તો તે સદંતર હળાહળ જુઠાણું જ હતું કારણ કે, ગત વર્ષે એપ્રિલ અને જુન માસમાં આ બન્ને અધિકારીઓ જ નોટીસ આપી હતી. ત્યારબાદ આ બાંધકામ હટાવ્યું નહીં અને સરકારી બાબુઓના પાપે અિકાંડ સર્જાયો તેવું માનવું રહ્યું.
જો નિયમ મુજબ કાર્યવાહી થઇ હોત તો આજે ત્યાં ગેમ ઝોન ઉભો થયેલ ન હોત અને નિર્દેાષ માનવ જીંદગીઓએ જીવ ગુમાવ્યા ન હોત. શું જે તે સમયે ટીપી શાખા અધિકારીઓએ મોં ભરી લીધા હતાં કે કયા કારણોસર આ બાંધકામ હટાવાયું ન હતું કે કોઇ રાજકીય ભલામણોના કારણે આંધળાભીત બની ગયા હતાં ? કોઇ રાજકીય માથાઓ પણ સંડોવાયેલા હોય તો પોલીસે કે સીટએ કોઇ શેહશરમ વિના નિાભરી અને ખાસ કહીએ તો માનવતા સાથેની ફરજ બજાવીને આવા રાજકારણીઓને પણ છોડવા ન જોઇએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application