એલસીબીએ પકડી મુદામાલ કબ્જે લીધો : બેની સંડોવણી ખુલી
દ્વારકા એલસબી પીઆઇ કે.કે. ગોહીલની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એ.એલ બારસીયા, પીએસઆઇ એસ.એસ. ચૌહાણની અલગ અલગ ટીમો બનાવી જરી વર્કઆઉટમાં હતા તેમજ ગત તા. 7-7ના રાત્રીના જામખંભાળીયા હરસિઘ્ધીનગરમાં બંધ મકાનમાં તાળા તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડાની ચોરીનો બનાવ બનેલ હોય જે ચોર મુદામાલને શોધી કાઢવા ટીમના માણસો સીસીટીવી ફુટેજ ચેક કરી ટેકનીકલ તથા હયુમાન સોર્સની જરી માહિતી મેળવી કામગીરી કરતા હતા.
દરમ્યાન એલસીબીના એએસઆઇ અરજણભાઇ મા, ભરતભાઇ ચાવડા, હેડ કોન્સ. લાખાભાઇ પીંડારીયા, દિનેશભાઇ માડમને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચીખલીગર ગેંગના સભ્ય અને અગાઉ આશરે 30 જેટલા ગુનામાં પકડાયેલ આરોપી શેરસીંગ ઉર્ફે સુરજસીંગ રણજીતસીંગ ખીરચી રહે. જામનગર મહાકાળી સર્કલ વાળાને આહિર સિંહણ તરફ જતા રોડ પરથી પોતે ચોરીમાં ઉપયોગમાં લીધેલ હોન્ડા સાઇન નં. જીજે10ઇએ-9751 સાથે પકડી પાડી પુછપર કરી હતી.
દરમ્યાન આરોપી શેરસીંગ ઉર્ફે સુરજસીંગએ તેના નાનાભાઇ તથા દિકરા સાથે મળી ખંભાળીયાના હરસીઘ્ધીનગરમાં બંધ મકાનના તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના કાનમાં પહેરવાની સોનાની બુટી 2, કિ. 34440, ચાંદીના સાંકળા 4, કિ. 3000, હોન્ડા સાઇન મોટરસાયકલ કિ. 25000, રોકડા 3000, મોબાઇલ 1, 5000 સહિત કુલ 70750ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. ખંભાળીયાનો ગુનો શોધી કાઢયો છે, હજુ વડોદરાના મનજીતસીંગ રણજીતસીંગ અને શનીસીંગ શેરસીંગ ખીરચીને પકડવાના બાકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામા કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરીયા વચ્ચે વિવાદ, જામનગરમાં સાગર પટેલે પ્રતિક્રિયા આપી
January 09, 2025 07:24 PMભાણવડ તાલુકાના પાછતરડી ગામના ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેકાયદેસર કબ્જાનો આક્ષેપ
January 09, 2025 06:21 PMજામનગરમાં પોલીસ ભરતી માટે બે મહિના સુધી 80000 થી વધારે ઉમેદવારો શારીરિક પરીક્ષા ભરતી આપશે
January 09, 2025 06:13 PMબાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી અસરોને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે
January 09, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech