ભાજપ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કબજે કરે તેવી સ્થિતિ: કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો, એકપણ પંચાયત નહીં જીતવાનો કારમો રેકોર્ડ નોંધાવવા તરફ: ૨૦૧૮માં ૬૮માંથી ૪૨ નગરપાલિકામાં વિજયનો રેકોર્ડ તોડશે ભાજપ: જૂનાગઢમાં પાર્થ કોટેચા અને ચોરવાડમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હારઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
પંચાયતોની ચૂંટણી ગયા રવિવારે યોજાયા પછી આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં પ્રારંભિક તબક્કાથી જ ભાજપનો ઘોડો વીનમાં રહ્યો હતો. જુનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપ સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યો છે અને અન્ય નગરપાલિકાઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, કઠલાલ કપડવજં અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી તથા જિલ્લા તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકામાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી મળીને કુલ ૨૧૭૮ બેઠક માટે ગયા રવિવારે ચૂંટણી યોજવામાં આવી હતી ૫,૦૮૫ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા પરંતુ ભાજપના ઉમેદવારનો દબદબો પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે.
મીની ધારાસભાની ચૂંટણી તરીકે ઓળખાતી પંચાયતોની આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા, કુતિયાણા– રાણાવાવ નગરપાલિકા, જેતપુર નગરપાલિકામાં વધારે હતું. જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપે આઠ બેઠકો બિનહરીફ મેળવી લીધા પછી આજે સત્તા માટે જરી એવી બહત્પમતી પણ મેળવવા તરફ આગળ વધી રહી છે. જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવંશી સમાજના આગેવાન ગીરીશભાઈ કોટેચાને ભાજપે આ વખતે ટિકિટ આપી ન હતી પરંતુ તેના પુત્ર પાર્થ કોટેચાને વોર્ડ નંબર નવમાં ટિકિટ આપી હતી. જોકે પાર્થ કોટેચાનો પરાજય થયો છે.
સલાયાના અમુક વોર્ડમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ જોવા મળ્યો હતો તો ધોરાજીમાં પણ વોર્ડ નંબર બે સહિતના અમુક વોર્ડમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યેા છે. પરંતુ ઓવરઓલ ભાજપે મેદાન મારી લીધું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બાર નગરપાલિકાઓના પરિણામો જાહેર થઈ ચૂકયા છે અને તેમાં ભાજપ વિજેતા બન્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટણી લડતા વિમલભાઈ ચુડાસમા નો પરાજય થયો છે.
પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયાના તબક્કે જ ભાજપે અનેક જગ્યાએ બેઠકો બિનહરીફ કરાવી હતી. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થઈ હતી તેમાં મોટા ભાગની ભાજપના ઉમેદવારોની તરફેણમાં હતી. ૬૮ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણપણે બિનહરી થયા હતા અને ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૮ બેઠક નગરપાલિકાઓમાં બિનહરીફ થયા પછી રવિવારે ૧૬૭૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.
પંચાયતોની આ ચૂંટણીમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હતું પરંતુ ભાજપ પાસે કોઈનો ગજ વાગ્યો નથી.
૨૦૧૮માં યારે પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી ત્યારે ૬૮ નગરપાલિકાઓ માંથી માત્ર ૪૨ નગરપાલિકાઓમાં જ ભાજપને બહત્પમતી મળી હતી પરંતુ આજે ભાજપે તેનો આ રેકોર્ડ પણ તોડો છે.
જેતપુર નગરપાલિકામાં ભાજપનો જયજયકાર: કોંગ્રેસના સુપડા સાફ
જેતપુર નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે ગયા રવિવારે મતદાન થયા પછી આજે સવારે ૯:૦૦ વાગ્યાથી મતગણતરી શ કરવામાં આવી હતી. સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીમાં ૧૧માંથી સાત વોર્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને સાત વોર્ડની ૨૮ માંથી ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
સાત વોર્ડના જાહેર થયેલા પરિણામોમાં બે વોર્ડમાં ભાજપના તમામ ચારે ચાર ઉમેદવારો વિજેતા બન્યા છે, અન્ય બે વોર્ડમાં એક એક ઉમેદવાર પરાજિત થયા છે અને એક વોર્ડમાં ભાજપને બે બેઠક મળી છે.
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા અને અલ્પેશ વાંક ને ટિકિટ ન મળવાના કારણે જયેશભાઈ રાદડિયા નું રાજકીય વજન ઘટું હોવાની વાતો જે તે વખતે રાજકારણમાં શ થઈ હતી. અધૂરામાં પૂં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીમાં યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ ના નામની જાહેરાત કરી હતી અને તેના કારણે જેતપુર નગરપાલિકાની ચુટણી ભારે રસપદ બની હતી.
જેતપુર નગરપાલિકામાં સદાને સુકાન સંભાળવા માટે ૨૩ બેઠકો મેળવવાનું જરી છે. સાત વોર્ડની ૨૮ માંથી ૨૦ બેઠકો ભાજપે મેળવી લીધી છે અને હજુ ચાર વોર્ડની ૧૬ બેઠકોની મતગણતરી આ લખાય છે ત્યારે ૧૧:૩૦ વાગ્યે ચાલુ છે અને તે જોતા ભાજપ સ્પષ્ટ્ર બહત્પમતી મેળવશે તેવું લાગે છે.
કુતિયાણામાં ઢેલીબેન અને પુત્ર જીત્યા રાણાવાવમાં કાંધલની સાઈકલ ચાલી
પોરબંદરની સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં બપોરે ૧૧ વાગ્યા સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં કુતિયાણામાં ભાજપ આગળ છે યારે રાણાવાવમાં સમાજવાદીપાર્ટી આગળ છે. કુતિયાણાનું પરિણામ કુતિયાણા નગરપાલિકાની અત્યતં રસાકસીભરી ચૂંટણીમાં સીધો જ જગં ધારાસભ્ય કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચે ખેલાયો હતો જેમાં ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૨૪ બેઠકમાંથી ૧૨ બેઠકની મત ગણતરી સંપન્ન થઇ હતી જેમાં ૧૦ બેઠક પર ભાજપે અને બે બેઠક પર સમાજવાદીપાર્ટીએ કબ્જો મેળવ્યો હતો. રાણાવાવનું પરિણામ, રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ અને સ.પા. વચ્ચેના સીધા જંગમાં ૧૧ વાગ્યા સુધીમાં ૨૮ બેઠકોમાંથી ૧૨ બેઠકો સમાજવાદીપાર્ટીના ફાળે અને માત્ર ૪ બેઠકો ભાજપના ફાળે ગઇ છે
અમરેલી જિલ્લાની ચારેય પાલિકામાં ભાજપનો વિજય
લેટરકાંડ અને ભાજપ સામે ભાજપની લડાઈથી છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનેલા અમરેલી જિલ્લામાં ચાર નગર પાલિકા લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદની સામાન્ય ચૂંટણી તેમજ અમરેલી પાલિકાની બે , સાવરકુંડલાની એક અને દામનગર પાલિકાની બે મળી પાંચ બેઠકો તેમજ મીઠાપુરના ડુંગરી તાલુકા પંચાયતની એક બેઠક માટેની પેટાચૂંટણીની આજે મતગણતરી થઇ હતી જેમાં લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદમાં ભાજપનો ભગવો લહેરાયો છે, અમરેલીની બે બેઠકો પૈકી વોર્ડ નં–૭માં કોંગ્રેસના માધવીબેન રાજનભાઈ જાની અને વોર્ડ ૫માં ભાજપના કોમલબેન સંજયભાઈ રામાણીનો વિજય થયો છે. જયારે સાવરકુંડલાના વોર્ડ નં–૩માં ભાજપના ગૌતમભાઈ સાવજનીકોંગ્રેસના રમેશભાઈ જાની સામે જીત થઇ છે. દામનગર પાલિકાની બે બેઠકો ભાજપના ફાળે ગઈ છે.
ભાજપના જેન્તીભાઇ નારોલા અને હંસાબેન ચાંદપરાનો વિજય થયો છે. તેની સામે કોંગ્રેસના અસ્લમભાઇ મોગલ અને રિદ્ધિબેન ગાંધીની હાર થઇ છે. લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદની નગર પાલિકામાં મતગણતરી ચાલુ છે જેમાં ભાજપનો કેશરિયો છવાયો છે.હ ચલાલાના નગરપાલિકામાં તમામ ૨૪ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech