પડધરીના મોવૈયા સર્કલ નજીક આવેલી જગ્યામાં મઢુલી બનાવીને રહેતા સાધુને દંપતિ અને તેના પુત્રએ બેટરીથી શોર્ટ આપતા વૃધ્ધ મહંતને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ મોવૈયા સર્કલ પાસે રોડની સાઈડમાં આવેલી જગ્યામાં 12 વર્ષથી મઢુલી બનાવી રહેતા શિવધરગિરી ગંગાધરગિરી ગવકરણ (ઉ.વ.90) ના વૃધ્ધ સાધુ મઢુલીએ હતા ત્યારે બાજુમાં મંદિરમાં રહેતા જેન્તી રામા, તેની પત્ની સવિતાબેન અને પુત્ર દિલીપએ મઢુલીએ આવી ઝગડો કરી બેટરી વડે શોર્ટ આપતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. સાધુના કહેવા મુજબ હું આ જગ્યા પર 12 વર્ષથી મઢુલી બનાવી ભગવાનનું ભજન કરું છું, બાજુમાં બૌદ્ધ મંદિર આવેલું હોઈ ત્યાં રહેતા લોકો અવારનવાર આ ચાર એકર જગ્યા અમારી છે અને ખાલી કરવા બાબતે ધાક ધમકી આપી ઝગડો કરે છે. ગઈકાલે પણ જગ્યા છોડી ચાલ્યું જવાનું કહી બેટરીથી શોર્ટ આપ્યો હતો. બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech