ફિલ્મો અને સિંગિંગ કરતાં તેની લવ લાઈફ માટે સબા વધુ ચર્ચામાં
સબા આઝાદ તેની ફિલ્મો અને સિંગિંગ કરતાં તેની લવ લાઈફ માટે વધુ ચર્ચામાં છે. દરરોજ તેના અને હૃતિક રોશનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો કે હવે તેની લવ લાઈફ તેના માટે મુસીબતનું કારણ બની ગઈ છે. જેનો તેણે ખુદ ખુલાસો કર્યો છે.
બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન હવે એક્ટ્રેસ સિંગક સબા આઝાદની સાથે રિલેશનમાં છે અને આ વાત કોઈનાથી છુપાયેલી નથી. આ ક્યૂટ કપલ ક્યારેય એકબીજાને પોતાનો પ્રેમ જતાવવામાં સ્હેજ પણ હિચકિચાટ અનુભવતા નથી. બંને ઇન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ લૂંટાવવામાં કોઈ કમી નથી કરી રહ્યા.
પરંતુ, હૃતિક સાથેના રિલેશનથી સબાના કરિયર પર અસર પડી છે. આ વાતનો ખુલાસો ખુદ એક્ટ્રેસે કર્યો છે. સબા આઝાદે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે કેવી રીતે એક સક્સેસફૂલ એક્ટર હૃતિક રોશનને ડેટ કરવાને કારણે તેને કામ મળતું બંધ થઈ ગયું. કારણ કે, લોકોને લાગવા માંડ્યું છે કે હવે તેઓ જે કામ કરતા હતા તે કરવાની જરૂર નથી.
જો કે સબા આઝાદે ઘણી ફિલ્મો અને ઓટીટી શોમાં કામ કર્યું છે, એક્ટ્રેસ અને સિંગર હોવા ઉપરાંત, તે વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે. પરંતુ, હૃતિક રોશન સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ તેણે વોઈસ ઓવર વર્ક મળવાનું બંધ કરી દીધું હતું. સબાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી તેનો વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે લાંબું કેપ્શન લખ્યું છે. સબાએ લખ્યું- ‘મેં ક્યારેય કોઈને કહ્યું નથી કે હું મારું કામ છોડી રહી છું, મેં ક્યારેય નથી કહ્યું કે મને તેમાં દિલચસ્પી નથી, મેં ક્યારેય મારી સેશન ફીમાં ફેરફાર કર્યો નથી, મારી તરફથી કંઈ પણ અલગ ન હતું? હું એકદમ ક્લૂલેસ હતી, મને એક મહિના સુધી કંઈપણ ખબર ન હતી. જ્યારે હું મુંબઈ પાછી ફરી ત્યારે હું એક એવા દિગ્દર્શકને મળી જેની સાથે હું નિયમિત રીતે કામ કરતી હતી.
હું તેને આ પ્રશ્ન પૂછવાથી મારી જાતને રોકી શકી નહીં અને સીધો જ પૂછ્યું - “તમે લોકો હવે મને વૉઇસ ઓવર માટે કેમ નથી બોલાવતા? શું થયું?” અને પછી જે થયું તેનાથી મારું માથું ચકરાઈ ગયું. આ તો તેઓએ કહ્યું - ‘ઓહ, અમને લાગ્યું કે, તમે હવે વૉઇસ ઓવર જેવું કંઈ કરવા માંગતા નથી.
મારા માટે એ શેર કરવું અગત્યનું છે કે આ વ્યક્તિ અદ્ભુત છે, તે આ બિઝનેસમાં સૌથી સારા ડાયરેક્ટર્સમાંના એક છે, અત્યંત પ્રગતિશીલ અને શાંત છે અને મને આવા લોકો ગમે છે અને આ વાત મારે તેમની જોડે કરવી જરૂરી હતી. તેણે કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હવે વૉઇસ ઓવર જેવી જોબ કરી શકીશ નહીં, આ જોઈને મને લાગ્યું કે હું જીવનમાં ક્યાં છો. તેનો અર્થ એ કે હું કોને ડેટ કરી રહી છું?
સબા એક એક્ટ્રેસ-સિંગર હોવાની સાથે સાથે વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે. જોકે, સબા કહે છે કે જ્યારથી ઈન્ડસ્ટ્રીના લોકોને ખબર પડી કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી છે, ત્યારે તેણે વોઈસ ઓવર કામ કરવાનું બંધ કરી દીધું, કારણ કે લોકોને લાગવા માંડ્યું કે તેને હવે આ કામ કરવાની જરૂર નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech