રાજકોટ–નાથદ્રારા રૂટ ઉપર એસટીની નવી વોલ્વો સેવામાં મુકાઇ; ટિકિટ ભાડું રૂા.૧૩૭૧

  • December 16, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનને નવી ૧૦ એસી વોલ્વો અપાતા તેમાંથી પાંચ બસનું આગમન થયું છે જેને રાજકોટ–નાથદ્રારા અને રાજકોટ–ભુજ ટ ઉપર મુસાફરોની સેવામાં મુકાઇ છે. રાજકોટ–નાથદ્રારા વોલ્વો વાયા મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદયપુર ટથી નાથદ્રારા પહોંચાડશે. રાજકોટથી નાથદ્રારા જવા માટે દરરોજ સાંજે ૪–૩૦ કલાકે એસી વોલ્વો બસ મળશે જેમાં રાજકોટથી નાથદ્રારાનું ટિકિટ ભાડું .૧૩૭૧ છે. નાથદ્રારાથી રાજકોટ રિટર્ન થવા માટે ત્યાંથી ૪–૩૦ કલાકે વોલ્વો બસ મળશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક રહે તે હેતુથી એસ.ટી. નિગમ દ્રારા સૌપ્રથમ વર્ષ ૨૦૧૦થી અમદાવાદ–વડોદરા વચ્ચે ૧૦ હાઇ એન્ડ પ્રકારના પ્રીમીયમ વાહનો સંચાલનમાં મુકી શઆત કરી હતી. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્રારા ઉત્તરોત્તર વધારો કરી નવીન ૧૦૦ વોલ્વો બસ મુસાફરોની સેવામાં મૂકવામાં આવનાર છે જે પૈકી ૬૦ બસો મળી છે. હજુ આગામી ટૂંક સમયમાં અન્ય ૪૦ વોલ્વો બસ પણ મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. રાજકોટ વિભાગને દિવાળીની સિઝન દરમ્યાન ૧૦ નવીન વોલ્વો ફાળવવામાં આવેલ તેમજ આજ રોજ અન્ય પાંચ નવીન વોલ્વો બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી હતી. આ નવી વોલ્વો બસો ભુજ તથા નાથદ્રારા ટ પર ચલાવવામાં આવશે.
રાજકોટ એસટી બસ પોર્ટના વોલ્વો ડેપો મેનેજર ઠુંમરએ જણાવ્યું હતું કે વોલ્વોમાં રાજકોટથી ભુજનું ટિકિટ ભાડું .૬૩૪ રહેશે અને આ બસ વાયા મોરબી, સામખીયાળી, ગાંધીધામ, ભચાઉ ટથી ભુજ પહોંચાડશે. રાજકોટથી ભુજ જવા દરરોજ સવારે ૬, બપોરે ૧૨–૩૦ અને સાંજે ૫–૩૦ કલાકે વોલ્વો મળશે. યારે ભુજથી રાજકોટ માટે સવારે ૫, ૧૦ અને બપોરે એક વાગ્યે વોલ્વો મળશે.


એસટીની વોલ્વો બસોની વિશેષતાઓ
– ૪૭ સીટીંગ કેપેસીટી
– ટુ બાય ટુ લેધર પુશબેક સીટ
– સીસીટીવી કેમેરા
– મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી
– ફાયર સેફટી માટે સ્પ્રિંકલ સિસ્ટમ
– સ્મોક ડીટેકટર અલાર્મ
– એલઇડી ટીવી
– એકઝોસ્ટ ફેન સાથેના હેચ
– ઇમર્જેન્સી એકઝિટ ડો




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application