ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ હવે અંતિમ ચરણ તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે મહાશિવરાત્રી પૂર્વે સૌરાષ્ટ્ર્રમાંથી પ્રયાગરાજ તરફ યાત્રિકોનો ધસારો વધ્યો છે. રાજકોટ એસટી બસ પોર્ટથી દરરોજ સવારે પાંચ કલાકે ઉપડતી રાજકોટ–પ્રયાગરાજ–રાજકોટ વોલ્વો સતત છેલ્લા છ દિવસથી ફલ પેક દોડી રહી છે. ગણતરીની મિનિટોમાં ટિકિટ બુક થઇ જાય છે. એસટીની વોલ્વોની મુસાફર ક્ષમતા ૪૩ વ્યકિતની છે. તા.૪ ફેબ્રુઆરીએ બસનો પ્રારભં થયો ત્યારે પહેલા દિવસે ૨૬ મુસાફરોનું જ બુકિંગ થયું હતું પરંતુ ત્યારબાદ તા.પાંચ ફેબ્રુઆરીથી આજે તા.૧૦ ફેબ્રુઆરી સુધીના છેલ્લા છ દિવસથી તમામ સીટ બુક થઇ જાય છે. આગામી તા.૧૨ ફેબ્રુઆરીએ પૂર્ણિમા અને તા.૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના સ્નાન માટે સૌરાષ્ટ્ર્રના યાત્રાળુઓનો ધસારો
વધ્યો છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટ–પ્રયાગરાજ–રાજકોટ વોલ્વો ટ માટે કુલ છ બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે પાંચ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે સાત કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે એક કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે બે કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ ખાતે (મધ્યપ્રદેશ બોર્ડર મુકામે) કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યકિતદીઠ પેકેજ ભાડું .૮૮૦૦ (આવક–જાવક બન્નેનું ટિકિટ ભાડું સમાવિષ્ટ્ર) છે. આ બસનું ઓનલાઇન બુકિંગ એસ.ટી.નિગમની વેબસાઇટ .લતિંિભ.શક્ષ ઉપરથી થશે. એસટી નિગમની આ ખાસ પેકેજ ટુરનો લાભ લેવા મુસાફર જનતાને તેમણે અનુરોધ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech