થર્ટી ફસ્ર્ટમાં નશાના દૂષણને ડામવા એસઓજીનું હોટેલોમાં ચેકિંગ

  • December 28, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ રાજકોટમાં યોજાયેલી આઈજી કોન્ફરન્સ બાદ રાય પોલીસવડા વિકાસ સહાય દ્રારા રાયમાં ગુનાખોરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના ગુનાઓમાં ઘટાડો થયાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ એકમાત્ર એનડીપીએસના કેસમાં વધારો થયો હતો. જે બાબત પરથી એ વાત સ્પષ્ટ્ર થઈ ચૂકી છે કે રાયમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થની હેરફેર અને તેના સેવનનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે તેની સામે પોલીસ દ્રારા કડક હાથે કાર્યવાહી શ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં થર્ટી ફસ્ર્ટની ઉજવણી થનાર હોય આ ઉજવણી દરમિયાન કોઈ માદક પદાર્થનું સેવન ન કરે તે માટે પોલીસ દ્રારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગપે ગઈકાલે એસઓજીની ટીમ દ્રારા શહેરની અલગ–અલગ હોટલોમાં તેમજ બાગ બગીચાઓ અને જે વિસ્તારોમાં અગાઉ માદક પદાર્થ સાથે પેડલરો પકડાયા હોય તે તમામ હોટસ્પોટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.
થર્ટી ફસ્ર્ટની ઉજવણીમાં કોઈ અઘટીત ઘટના ન બને અને શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્રારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને અલગ–અલગ ટીમો દ્રારા ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દરમિયાન ગઈકાલે શહેર એસ.ઓ.જી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ એસોજીની ટીમે શહેરના અલગ–અલગ વિસ્તારમાં આવેલી હોટેલમાં ચેકિંગ કયુ હતું અહીં આવનાર ઉતાઓની તમામ માહિતી હોટેલ દ્રારા રાખવામાં આવે છે કે કેમ? તેમજ હોટલમાં કોઈ ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસે તપાસ કરી હતી. અત્રે ઉલ્લેખનીએ છે કે, થર્ટી ફસ્ર્ટમાં કેટલીક હોટલોમાં નબીરાઓ દા અને ડ્રગ સહિતના નશાની મેહફિલ માણતા હોય જેને લઇ પોલીસ દ્રારા હોટલ સંચાલકોને સ્પષ્ટ્રપણે આવી કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ હોટલમાં થવી ન જોઈએ તે બાબતોની તાકીદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એસોજીની ટીમ દ્રારા રેસકોર્સ સહિતના બાગ બગીચાઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. મોટાભાગે ડ્રગ્સ પેડલરો આવા બાગ બગીચાઓમાં જ માદક પદાર્થની હેરફેર કરતા હોય છે. ત્યારે આવી કોઈ પ્રવૃત્તિ મળી આવ્યો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસે બાગ બગીચાઓમાં ચેકિંગ કયુ હતું. આ ઉપરાંત શહેરની કેટલીક વસાહતો કે જેમાં અગાઉ એકથી વધુ વખત માદક પદાર્થના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા હોય આવી વસાહતોમાં પણ પોલીસ દ્રારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ એનડીપીએસના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઈસમોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. થર્ટી ફસ્ર્ટમાં નશાના દૂષણને ડામવા એસઓજીનું હોટેલોમાં ચેકિંગ
અલગ અલગ હોટેલમાં ચેકિંગ કરી ડ્રગ્સ સહિતની મહેફિલ ન યોજાય તે માટે કડક તાકીદ કરી: બાગ બગીચા અને કેટલીક ચોક્કસ વસાહતોમાં પણ ચેકિંગ કરાયું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application