સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્રારા મોરબી જિલ્લ ાના લાલપર ગામે ત્રાટકીને અધધ કહી શકાય એટલો દોઢ કરોડનો વિદેશી દારૂ પકડી પાડયો છે. અમદાવાદના વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરે લાલપર પાસે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં શાનવી ટ્રેડિંગ નામે ગોડાઉન ભાડે રાખ્યું હતું અને લાખોના દારૂની સૌરાષ્ટ્ર્ર પંથકમાં હેરફેર થતી હતી. સાત મજૂરો, બે ટ્રક ડ્રાઈવર, બુટલેગરના મેનેજર સહિત ૧૦ શખસોની બે ટ્રક, ૩ પીકઅપવાન, કાર, બાઈક મળી પોણા બે કરોડથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરાઈ છે. અમદાવાદનો બુટલેગર રાજસ્થાનના ભરત મારવાડી પાસેથી દારૂનો જથ્થો મંગાવતો હતો બન્ને વોન્ટેડને ઝડપી લેવા પણ પોલીસ દ્રારા તજવીજ હાથ ધરાશે. મોરબી જિલ્લા પોલીસ દારૂનું આવડું મોટું નેટવર્ક ચાલતું હતું અને અંધારામાં રહી કે પછી? મીઠી નજર હતી? સહિતના સવાલો ઉઠવા પામ્યાછે. દરોડાના પગલે જિલ્લા પોલીસમાં હડકપં મચી જવા પામ્યો છે.
એક એવી પણ વાત વહેતી થઈ કે ચર્ચા છે કે, લાખોના મોઢે ગોડાઉનમાં દારૂ ઉતરતો હતો અને પીકઅપ વાન, કાર કે આવા વાહનો મારફતે સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરો, તાલુકાઓ આવા સેન્ટરો સુધી સપ્લાય થતો હતો. જો કે, બુટલેગર પકડાયા બાદ જ તથ્ય બહાર આવશે. પોલીસને હિસાબની કેટલકી વિગતો પણ હાથ લાગ્યાનું જાણવા મળે છે.
મોરબીના લાલપર ગામ પાસેના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્તો હોવાની એસએમસીને માહિતી મળી હતી. એસપી નિર્લિ રાય તથા ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમે ગતરાત્રે લાલપરના ગોડાઉન પર છાપો માર્યેા હતો. ગોડાઉન પર જાણે કોઈ રોકટોક કે સ્થાનિક મોરબી પોલીસનો ડર જ ન હોય એ રીતે છૂટથી દારૂની હેરફેરનું કારસ્તાન ચાલતું હોવાનું ખુલ્લું પડયું હતું.
ગોડાઉન પરથી અંદાજે દોઢેક કરોડની કિંમતની ૬૧ હજાર જેટલી વિદેશી દારૂની બોટલો સાથેની ૩,૨૧૦ પેટી જેવો જથ્થો એસએમસીને હાથ લાગ્યો હતો. ગોડાઉન પર દારૂની હેરફેર માટે સાત મજૂરો કામ કરતા હતા. બે ડ્રાઈવર પણ હાજર હતા તેમજ હિસાબનો કારોબાર સંભાળતો શખસ મળી ૧૦ શખસોને દબોચી લેવાયા હતા.
દારૂની હેરફેરી હિસાબ સંભાળતા શખસની હાથ ધરેલી પૂછતાછમાં દારૂનો જથ્થો અમદાવાદના ગોમતીપુરના વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર જીતેન શંકરલાલ પટેલનો હોવાનું ખુલ્યું હતું. જીતને છેલ્લા સાત માસથી તા.૨૧–૮–૨૩ના રોજ નોટરાઈઝ ભાહા કરાર સાથે ગોડાઉન ભાડે રાખ્યું હતું.
વધુ તપાસમાં જીતેન દારૂનો જથ્થો, રાજસ્થાનથી સપ્લાયર ભરત મારવાડી પાસેથી મંગાવતો હતો. બુટલેગર જીતેન સ્થળ પર હાજર ન હતો. સૂત્રધાર જીતેન તથા ભરતને વોન્ટેડ બતાવાયા છે. એસએમસીની ટીમે સૌથી મોટો દોઢેક કરોડનો દારૂનો જથ્તો પકડતા ખુદ ડીવાયએસપી કે.ટી.કામરિયા પણ મોરબીના લાલપર ખાતે દોડી ગયા હતા.
દોઢેક કરોડના દારૂ, વાહનો મળી પોણા બે કરોડનો જથ્થો કબજે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પકડાયેલા ૧૦ ઉપરાંત વોન્ટેડ બુટલેગર જીતેન તથા સપ્લાયર ભરત મારવાડી સામે એસએમસીએ ફરિયાદ નોંધાવી છે
મોરબી નશાનું કેન્દ્ર બન્યું: સિરપ બાદ વિદેશી દારૂ
મોરબી જિલ્લો નશાનું કેન્દ્ર બની ગયો છે કે શું? તાજેતરમાં જ લાખોની કિંમતનો નશાકારક સિરપનો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી ગત રાત્રે દોઢેક કરોડનો વિદેશી દારૂ પકડાતા ભારે ચકચાર જાગી છે કે, જો સ્થાનિક પોલીસ ધ્યાન નહીં આપે તો મોરબી કયાંક ઉડતા મોરબી નશાનું સેન્ટર ન બની જાય. અગાઉ પણ મોરબી જિલ્લામાં કુખ્યાત બુટલેગર ફિરોઝે નેટવર્ક પાથયુ હતું. હવે અમદાવાદના બુટલેગરે મોરબીમાં વિદેશ દારૂનો લાખોનો ધંધો શરૂ કર્યેા છે
મોરબી જિલ્લા પોલીસ કેમ અંધારામાં રહી?
મોરબીના લાલપરમાં સાત માસથી અમદાવાદના બુટલેગર જીતેને ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો મતલબ એવો નીકળે કે જીતેને સાત માસથી નેટવર્ક પાથયુ હતું કે ફિરાકમાં હતો. મોરબીથી ૨૫૦ કિ.મી. ગાંધીનગર બેઠેલા એસએમસીને મોરબી જિલ્લાના લાલપરમાં વિદેશી દારૂનો માટો જથ્થો હોવાની બાતમી મળે તો સ્થાનિક મોરબી જિલ્લા પોલીસ કેમ અંધારામાં રહી? મોરબી તાલુકા પોલીસ કદાચ અજાણ હોય તો મોરબી જિલ્લા એલસીબી, એસઓજીને પણ કાંઈ ગધં ન આવી? સાવ આવું બોદુ નેટવર્ક હશે? અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના બધા જ અંધારામાં રહી ગયા હશે? લાલપર ઈન્ડસ્ટ્રીયલ ઝોન હોવાનું માની એ તરફ નજર નહીં કરાઈ હોય? કે પછી બધુ મીઠી નજરે ચાલતું હતું? મોટો જથ્થો પકડાતા હવે મોરબીના સ્થાનિક અધિકારી પર સસ્પેન્શન જેવા કડક પગલાં લેવા hજોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech