હળવદ નજીક એસએમસી ત્રાટકી, દારૂ બિયરના જથ્થા સાથે રૂ.૨૬,૧૦,૨૮૦નો મુદ્દામાલ જપ્ત

  • February 26, 2024 02:02 PM 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લ ેઆમ દારૂ રેલમછેલ જોવા મળે છે  ત્યારે ગુજરાતમાં બુટલેગરો દ્વારા ગુજરાતમાં અંગ્રેજી દારૂ ઘુસાડવાનો અવનવા કીમિયા કરવામાં આવતા હોય છે પોલીસ દ્વારા આવા તમામ કિમીયાઓનો પર્દાફાશ કરીને અવારનવાર અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે ત્યારે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દોરોડો કરતા હળવદ તાલુકાના સુખપર ગામ પાસે આવેલી રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરેલા ટ્રક નંબર એમપી-૪૫ઝેડડી-૯૨૫૦ તેની તલાસી લેતા ચોરખાનું બનાવીને ઇંગ્લિશ દારૂની હેરફેરનુ  કારસ્તાન ઝડપી પાડ ્યું હતું.
​​​​​​​
જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરતા તેમાંથી ૭૪૪૦ બોટલ તેમજ બિયરના ટીન સહિત કિંમત રૂપિયા ૧૧,લાખ ૪ હજાર  તથા ટ્રક  રૂપિયા ૧૫ લાખ, મોબાઈલ સહિત કુલ મળીને ૨૬,૧૦,૨૮૦ના મુદ્દામાલ સાથે અનિલ મંગુભાઈ મેડાની ઝડપી પાડ્યો હતો. તો સાથે અંગેજી દારૂની હેરાફેરીમાં  મહેશ નીનામા,કૈલાશ સનાભાઇ ખરાડી, તેમજ બે અન્ય શખ્સો સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાય છે જેમાંથી અનિલ મંગુભાઈ મેડાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂ કોને મંગાવ્યો હતો? કોનો હતો તે માટેના તપાસના  ચક્રોગતિમાન કર્યા છે, છેક મધ્યપ્રદેશથી હળવદ સુધી દારૂ પહોંચી ગયો તે પણ એક ચર્ચાનો વિષય છે. હાલ તો આરોપીને શોધવા માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application