હવે મ્યુચ્યુઅલ ફંડમાં નહીં થાય ગરબડ ! રોકાણમાં પારદર્શિતા વધારવા સેબી લાવી રહી છે કડક નિયમો

  • August 01, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર ભારતીયો રોકાણકારો વિદેશી ફંડ હાઉસ (એસેટ મેનેજમેન્ટ કંપ્નીઓ)ને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ જ કારણ છે કે, દેશના ટોપ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં માત્ર બે વિદેશી ફંડ હાઉસમાં માત્ર બે વિદેશી ફંડ હાઉસ નિપ્પોન અને મિરે એસેટ સામેલ છે. ભારતીય બેંકો પર મજબૂત વિશ્વાસના કારણે ભારતીય રોકાણકારો આ બેંકોના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પરંતુ તાજેત્તરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ ઈનસાઈડર ટ્રેડિંગ દ્વારા પૈસા કમાઈ છે. પરંતુ, હવે આવું નહીં થાય. માર્કેટ રેગ્યુલેટર સેબી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પારદર્શિતા વધારવા માટે કડક નિયમો લાવી રહી છે. જેમાં ખાસ કરીને ઇનસાઇડર ટ્રેડિંગને રોકવાની જોગવાઈ છે. ચાલો જાણીએ કે નવા નિયમોની શું અસર થશે.
શેરબજારના નિષ્ણાતોના મતે, સેબીનો નવો નિયમ એવા કર્મચારીઓ માટે હશે જેમની પાસે કિંમતની સંવેદનશીલ માહિતી છે. એટલે કે, કંપ્નીના શેરની કિંમતમાં વધારો કે ઘટાડો. આવી વ્યક્તિને નિયુક્ત વ્યક્તિ કહેવામાં આવશે. તે બધાએ એક ગોપ્નીયતા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે કે તેઓ કોઈપણ સંવેદનશીલ માહિતી શેર કરશે નહીં. સેબીએ 26 જુલાઈના રોજ નવા નિયમો અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ મુજબ, ભાવ સંવેદનશીલ માહિતી ધરાવતા લોકો હવે મ્યુચ્યુઅલ ફંડ યુનિટનો વેપાર કરી શકશે નહીં. ઉપરાંત, એસેટ મેનેજમેન્ટ કંપ્ની (એએમસી) એ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં ટ્રસ્ટીઓ અને તેમના સંબંધીઓના હોલ્ડિંગની હદ જાહેર કરવી પડશે. નામાંકિત વ્યક્તિના ટ્રાન્ઝેક્શનની માહિતી પણ બે દિવસમાં આપવાની રહેશે. નવા ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. આ અંતર્ગત એસેટ મેનેજમેન્ટ કંપ્નીઓએ પણ સમયાંતરે તેમના આંતરિક નિયંત્રણોની સમીક્ષા કરવી પડશે. સેબી લાંબા સમયથી આ નિયમોને લાગુ કરવા માંગતી હતી. તેણે જુલાઇ 2022 માં ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત ક્ધસલ્ટેશન પેપર પણ બહાર પાડ્યું હતું. પરંતુ, ઉદ્યોગોના વિરોધને કારણે નવા નિયમો લાગુ કરવામાં વિલંબ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News