ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ ૨૦૨૩,ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ ૨૦૨૪ અંતર્ગત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ જુદી જુદી વિધા શાખાઓની ૪૮ અભ્યાસ સમિતિ ઓની જાહેરાત કરી છે અને તેમાં ૩૫૦ થી વધુ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલ સચિવે આ સંદર્ભે એક પરિપત્ર જાહેર કરીને અભ્યાસ સમિતિઓની અને તેમાં નિમાયેલા સભ્યોના નામોની જાહેરાત કરી છે અને આ સમિતિઓ પ્રસિદ્ધ થયાની તારીખથી એટલે કે ગઈકાલથી જ અમલમાં આવી ગઈ છે. આ સમિતિઓનો સમયગાળો કેટલો રહેશે તે આગામી દિવસોમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
કમિટીઓની રચના પછી હવે દરેક ફેકલ્ટી દીઠ રચાયેલી કમિટીના ચેરમેનોની નિમણૂક કરવામાં આવશે. આ કમિટીઓમાં જુદી જુદી વિધા શાખાના ડીન અથવા તો ભવનના વડાઓ અને કોલેજના સિનિયર અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે.
નિયુકત કરવામાં આવેલી આ કમિટી અને તેના સભ્યો યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના નવા અભ્યાસક્રમો અને તેને લગતી આનુસંગિક બાબતો પરત્વે નિર્ણય લેશે. માઈક્રો બાયોલોજી હોમ સાયન્સ સોશિયલ વર્ક એયુકેશન સાયન્સ આંકડાશાક્ર મેડિકલ પરફોમિગ હિન્દી અંગ્રેજી સંસ્કૃત ફિઝિકસ કેમેસ્ટ્રી સહિતની જુદી જુદી ફેકલ્ટીઓના બોર્ડની રચના પછી હવે કોમન યુનિવર્સિટી એકટ અંતર્ગત આ કમિટીઓ કાર્યરત બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech