ખોફનાક મોત, દરિયા કિનારે યોગ કરતી અભિનેત્રીને મોજા તાણી ગયા

  • December 03, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે ઘણીવાર યોગ માટે શાંત સ્થળની શોધ કરીએ છીએ, યાં યોગ કરતી વખતે હૃદય શાંત રહે અને મન શાંતિનો અનુભવ કરે. પરંતુ કયારેક આવી જગ્યાએ યોગ કરવાથી મોત પણ આવી શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જે એટલો ભયાનક છે કે તેને જોયા પછી કોઈની પણ આત્મા કંપી જશે. વીડિયોમાં એક યુવતી દરિયા કિનારે યોગ કરતી જોવા મળી રહી છે.જોકે, થોડી જ ક્ષણોમાં એક લહેર તેને દૂર લઈ જાય છે. આ છોકરી બીજું કોઈ નહી, એક જાણીતી રશિયન અભિનેત્રી કમિલા બેલાત્સ્કાયા છે, જે ૨૪ વર્ષની હતી. તેણે મનની શાંતિ અને યોગ માટે સમુદ્ર કિનારો પણ પસદં કર્યેા, પરંતુ તેને કયાં ખબર હતી કે આ તેની છેલ્લી યાત્રા અને યોગ બનશે.
તે તેના બોયફ્રેન્ડ સાથે રજાઓ ગાળવા માટે થાઈલેન્ડ આવી હતી. થાઈલેન્ડ મીડિયા મેટ્રોના અહેવાલ મુજબ, ત્યાંના એક વ્યકિતએ અભિનેત્રીને બચાવવાનો પ્રયાસ કર્યેા, પરંતુ તે સફળ થઈ શકયો નહીં. બાદમાં તેની લાશ કેટલાય કિલોમીટર દૂર દરિયામાંથી મળી આવી હતી. યાં આ અકસ્માત થયો હતો તે જગ્યા તેણીને પસદં હતી. તેણીએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આ સ્થળના વખાણ કર્યા હતા અને તેને પૃથ્વીની શ્રે જગ્યા ગણાવી હતી. અભિનેત્રીએ લખ્યું હતું કે, 'હું  સમુદ્રને પ્રેમ કંરૂ છું, પરંતુ આ જગ્યા, તેનો ખડકાળ બીચ, મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ વસ્તુ છે. બ્રહ્માંડનો આભાર કે હું અહીં છું. હું  ખૂબ ખુશ છું, ખરેખર ખૂબ જ ખુશ છું.

સમગ્ર ઘટના આ ભયાનક દ્રશ્ય સીસીટીવીમાં કેદ
તેમના નિધનના સમાચારથી તેમના પરિવાર અને ચાહકો ખૂબ જ દુ:ખી થયા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફટેજ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ્ર જોઈ શકાય છે કે સફેદ શર્ટ અને ચડ્ડી પહેરેલી ૨૪ વર્ષની કામિલા તેની લાલ કારમાં દરિયા કિનારે મોજાનો આનદં માણવા માટે વ્યુપોઈન્ટ પર પહોંચી હતી. આ પછી તે એકલી ખડકો તરફ જતી જોવા મળી હતી. તેણીએ તેની કારમાંથી યોગા સાદડી કાઢી અને ખડકોની દિશામાં ચાલી. થોડા સમય પછી તેની યોગા સાદડી પાણીમાં તરતી જોવા મળી.પોતે ગાયબ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application