રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ થાય તો રશિયાને યુરોપમાં ફ્રીઝ કરેલી ૩૦૦ બિલિયન ડોલરની સંપત્તિ યુક્રેનના પુનર્નિર્માણ પર ખર્ચ કરવાની જર પડી શકે છે. યુદ્ધ શ થયા પછી આ પૈસા યુરોપમાં ફ્રીઝ કરાયા હતા. હાલ અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અતં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ સાઉદી અરેબિયામાં રશિયન અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી. અહેવાલો અનુસાર, રશિયા પણ ઘણી હદ સુધી સંમત થયું છે. અહેવાલ મુજબ, રશિયા યુક્રેનમાં માળખાગત સુવિધાઓના પુન:નિર્માણ માટે યુરોપમાં સ્થગિત સંપત્તિનો ઉપયોગ કરવા પણ તૈયાર છે. જોકે, રશિયાએ એક શરત મૂકી છે કે આ પૈસા યુક્રેનના રશિયન સેનાના નિયંત્રણ હેઠળ રહેલા પાંચમા ભાગમાં વાપરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શ થયા પછી, યુરોપમાં રશિયન બેંક વ્યવહારો બધં કરી દેવામાં આવ્યા હતા અને અબજો ડોલરની સંપત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. આમાંથી, રશિયાએ ૩૦૦ બિલિયન ડોલરની સંપત્તિ પર સંમતિ આપી છે.
૧૮ ફેબ્રુઆરીના રોજ, યુએસ અને રશિયન અધિકારીઓએ સાઉદી અરેબિયામાં વાતચીત કરી. રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થવાની પણ શકયતા છે. અમેરિકા અને રશિયા વચ્ચેની વાતચીત બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેનમાં પુનર્નિર્માણ માટે તેની સ્થિર સંપત્તિનો ઉપયોગ કરી શકે છે. જો તે આ માટે સંમત થાય તો શાંતિ સમાધાન સરળ બનશે. આ યુદ્ધમાં યુક્રેનનો પૂર્વી ભાગ તબાહ થયો છે. અહીં રશિયા અને યુક્રેન બંનેના હજારો સૈનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત, લાખો યુક્રેનિયનો ભાગી ગયા છે અને અન્ય દેશોમાં આશરો લીધો છે.
શાંતિ વાટાઘાટોમાં ઝેલેન્સકીની હાજરી જરૂરી નથી: ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરના ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે ઝેલેન્સકી પ્રહારો કર્યા હતા કે રશિયા–યુક્રેન યુદ્ધને સમા કરવાના હેતુથી શાંતિ વાટાઘાટોમાં ઝેલેન્સકીની હાજરી જરી નથી. ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની સારી રીતે વાતચીત થઈ હોવા છતાં, યુક્રેન સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ રહ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાટાઘાટોમાં યુક્રેનની કોઈ મુખ્ય ભૂમિકા નથી, તે સંઘર્ષના ઉકેલને જટિલ બનાવે છે. ટ્રમ્પે અગાઉ ઝેલેન્સકીની ચૂંટણી વિનાના સરમુખત્યાર તરીકે ટીકા કરી હતી, હવે તેમણે કહ્યું કે શાંતિ મંત્રણામાં ઝેલેન્સકીની ભાગીદારી મહત્વપૂર્ણ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech