રશિયા અને ઈરાનની નૌસેના હિંદ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસમાં ભાગ લઈ રહી છે. ઓમાનની નેવી પણ આમાં સામેલ થશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત નવ દેશ આ કવાયતનું અવલોકન કરશે. આ પહેલા ઈરાને માર્ચ મહિનામાં ચીન સાથે નેવલ કવાયત કરી હતી. વર્તમાન નૌકા કવાયત ઈરાનના ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે થઈ રહી છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. ઈરાની હુમલાનો ઈઝરાયેલે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ 5 નવેમ્બર પહેલા કોઈપણ સમયે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી શકે છે. આ દરમિયાન ઈરાને ચીન અને રશિયા સાથે તેની નિકટતા વધારવાનું શરૂ કર્યું છે.
રશિયા ખુલ્લેઆમ ઈરાનના સમર્થનમાં આવ્યું છે. હવે રશિયા અને ઈરાનની નૌસેનાએ હિંદ મહાસાગરમાં કવાયત શરૂ કરી છે. આ માહિતી ઈરાનના સરકારી ટીવી દ્વારા આપવામાં આવી છે.
આ દેશોની નૌસેનામાં લઈ રહ્યા છે ભાગ
હિંદ મહાસાગરમાં આયોજિત IMEX 2024 નેવલ કવાયતમાં રશિયા, ઈરાન અને ઓમાનની નૌકાદળ ભાગ લઈ રહી છે. આ કવાયત શનિવાર એટલે કે 19 ઓક્ટોબરથી શરૂ થઈ છે. નવ દેશો આ કવાયતનું અવલોકન કરશે. જેમાં સાઉદી અરેબિયા, કતાર, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ સામેલ છે. અગાઉ માર્ચમાં રશિયા, ચીન અને ઈરાને પાંચમી સંયુક્ત નૌકા કવાયતમાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech