ગ્રામ્ય પ્રજાને ૬૭ પ્રકારના સરકારી પ્રમાણપત્ર સ્થાનિક કક્ષાએ જ મળી જશે

  • February 03, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાના ગ્રામજનોના યુગનો હવે અતં આવ્યો છે. સરકારી કચેરીના ૬૭ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્રારા કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્રારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ ૫૪ પ્રકારના મહેસુલી અને ૧૩ પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે પિયા ૨૦ ની મામુલી રકમ ચૂકવવી પડશે. આ વીસ પિયા માંથી ૧૬ પિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર પિયા જે તે ગ્રામ પંચાયતને આવક થશે.
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા જનસેવા કેન્દ્રની નાગરિકલક્ષી વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત ઉપલબ્ધ થાય તે માટે કરવામાં આવેલી જાહેરાતમાં મહેસુલ વિભાગના જે ૫૪ પ્રમાણપત્ર ગામડામાંથી જ મળી જશે તેમાં વારસાઈ પ્રમાણપત્ર સોલવંશી પ્રમાણપત્ર અધિનિવાસી પ્રમાણપત્ર દાખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો કેરેકટર સર્ટિફિકેટ લેન્ડ રેવન્યુ કોડ ની કલમ ૭૩ એએ હેઠળની મંજૂરી સરકારી ખાતાની જમીનની માગણી દાખાનાના વેચાણ સંગ્રહ કરવા માટે પરવાનો સ્ટે મ્પવેન્ડર પરવાના રિન્યુ કરવા લેન્ડ રેવન્યુ કોડ ની કલમ ૬૫ હેઠળની મંજૂરી બાબત (બિનખેતી) રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક એલઆઇસી અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરી નો– ઓબ્જેકશન સર્ટિફિકેટ રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માગણી ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા પરવાના તાજા કરાવવા પરવાનામાં સ્થળ ફેર નામ ફેર ઉમેરા અંગે એકસપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ પેટ્રોલિયમ પેદાશોના પરવાના રીન્યુ કરવા વ્યકિતગત જમીનની માગણી ઔધોગિક હેતુ માટે જમીન રાષ્ટ્ર્રીય કુટુંબ કલ્યાણ સહાય યોજના હેઠળ કુદરતી મૃત્યુ સહાય સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સા માટે સોગંદનામુ મહેસુલ માફી થી સંસ્થા ટ્રસ્ટની જમીન આપવા ખેડૂત હોવાનું પ્રમાણપત્ર રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામમાં થયેલ વિલબં રેગ્યુલરાઈઝ કરવા ટ્રસ્ટ અને રજીસ્ટર સંસ્થાની જમીન ની માગણી સ્ટેમ્પ રિફડં સહકારી મંડળીની જમીનની માગણી જમીન મહેસુલ ની કલમ ૬૫ હેઠળ મંજૂરી આહાર ગૃહો પ્રમાણપત્ર રીન્યુ કરાવવા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા બિનખેતી થયેલ જમીનમાં હેતુફેર કરવા, સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા ઉધોગોના હેતુ માટે જમીન આપવા રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ મંડળીને જમીન આપવા મહેસુલ માફી થી સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા સ્ટેમ્પવેન્ડરનું લાઇસન્સ મેળવવા ની અરજી ખાનગી માલિકીની ઝાડ કાપવાની મંજૂરી સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નિમ કરવા સોલવન્ટ પરવાના આપવા રાવળા હકની જમીન કાયમી હક્ક મા તબદિલ કરવા માજી સૈનિકો ને રહેઠાણ માટે જમીન આપવા સરકારી કર્મચારીને જમીન આપવા સહકારી મંડળીઓને જમીન આપવા છૂટક અને જથ્થાબધં લાયસન્સ આપવા ભાગીદારી ખર્ચના આધારે નામ દાખલ કરવા કે કમી કરવા પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત ખેતીની જમીન એકત્રિત કરવા બિનખેતી શરત ભગં બદલ એનઓસી આપવા છૂટક જથ્થાબધં ઉત્પાદક અને પેટ્રોલ પેદાશોના પરવાના આપવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સેવાઓ જે ગ્રામ્ય કક્ષાએથી પ્રા થશે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આપવા નોન ક્રિમિલેયર નું પ્રમાણપત્ર આપવા આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર આપવા ઓબીસીનું તથા નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર આપવા જ્ઞાતિનો દાખલો આપવા ભારત સરકારનું આવક અને અસ્કયામત માટેનું પ્રમાણપત્ર આપવા વિચરતી અને વિમુકત જાતિ માટેનું સર્ટિફિકેટ આપવા નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજનાના લાભો આપવા ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઇજ પેન્શન યોજના અને વય વંદના યોજનાની અમલવારી રાષ્ટ્ર્રીય કુટુંબ યોજના સંકટમોચન યોજના અને અંત્ય સહાય સ્થાનિક કક્ષાએથી જ મળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application