રૂપિયા ૧. ૨૪ કરોડનું ઉઠમણુ કરનાર ત્રણ શખ્સ ઝડપાયા

  • October 25, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હીરા તેમજ રફની ખરીદી કર્યા બાદ રૂા.૧. ૨૪ કરોડની રકમ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યાની ત્રણ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી ત્રણને ઝડપી લીધા હતા.  
છગનભાઇ માંડાણી મોહનભાઈ (રહે.કોબડી, તા.ભાવનગર)એ  નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાંજણાવ્યા મુજબ  મહેશ મકોડભાઈ ઘેવરીયા, પ્રદીપ મકોડભાઈ ઘેવરીયા અને મકોડ મોહનભાઈ ઘેવરીયા (રહે. કાળીયાબીડ)એ  ફરિયાદી પાસેથી રૂા.૬૦,૧૯,૦૦૦ની કિંમતના ૧૩૫૦ કેરેટ હીરા તેમજ રૂા.૬૪,૦૭,૦૦૦ની કિંમતની ૧૫૪૦ કેરેટ રફની ખરીદી કરી હતી અને ૧૫ દિવસમાં પેમેન્ટ કરી દઈશુ તેમ જણાવ્યું હતું. જો કે, ૧૫ દિવસ બાદ પેમેન્ટ કરવામાં ન આવતાં આ અંગે ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ પેમેન્ટ ચૂકતે કરવા માટે ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા તે પરત ફર્યો હતો.આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ત્રણ આરોપીઓ સામે વિશ્વાઘાત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ ત્રણે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application