શહેરમાં આજે પણ ભેંકાર ભાસતા ટીઆરપી ગેમ ઝોનની આગ ભલે ઓલાઈ ગઈ છે પરંતુ આ આગમાં જીવતા ભડથું થયેલા બાળકો સહિતના ૨૮ મૃતકોના પરિવારજનોના હૈયામાં આજે પણ આક્રોશની આગ સળગી રહી છે. ઘટનાના ચાર દિવસ પછી મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા સિવિલ હોસ્પિટલએ પહોંચેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરોસોતમ પાલા મૃતકોના પરિજનોના રોષનો ભોગ બન્યા હતા.
૨૮ મૃતકોમાંથી હજુ કેટલાક પરિવારના ડીએનએ સેમ્પલ મેચ થયા નથી જેના પરિણામે મૃતદેહની રાહ જોઈ અકળાયેલા પરિવારજનોએ પાલાને બે હાથ જોડી વિનંતી કરી હતી કે, સાહેબ ૭૨ કલાકથી વધુ નો સમય થયો છે અમને અમારા દીકરા, દીકરી, પતિ, ભાઈના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. કયારે મળશે એ અંગે કોઈ જવાબ દેતું નથી, હવે વહેલી તકે અમને બોડી સોંપવામાં આવે તો અંતિમવિધિ કરી શકીએ, ધોબી સમાજના આગેવાને ભારે હદયે પરસોતમ પાલાને વિનંતી કરતા કહ્યું હતું કે, અમારા સમાજના પાંચ સ્વજનોના મૃત્યુ થયા છે જેમાંથી બે ના મૃતદેહ મળ્યા છે હજુ ત્રણના મૃતદેહ મળ્યા નથી. અમે ચૂંટણી સમયે તમને સમર્થન આપ્યું હતું. હવે અમારે તમારી જર છે. જયારે બીજી તરફ સગા ભાઈને ગેમની આગમાં ગુમાવી દેનાર ભાઈઓ સહિતના કેટલાક યુવાનો અને હાજર સ્વજનોએ પાલાને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ચૂંટણી પુરી થઇ અને ગઈકાલે મીડિયામાં આવ્યું કે પાલા ચાર દિવસ પછી પણ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા આવ્યાં નથી એટલે આજે આવ્યો છો કહી રોષ ઠાલવતા બને યુવકનોને પોલીસે સમજાવી દૂર ખસેડા હતા.
સિવિલ હોસ્પિટલએ આવેલા પરસોતમ પાલાએ મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના આપી હતી. પાલાએ સિવિલ હોસ્પિટલ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર આ મામલે ખુબ ગંભીરતા પૂર્વક કામગીરી કરી ઉદાહરણ પ પગલાં લઈ રહી છે. સીટના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્સન એ માત્ર કાર્યવાહીનો ભાગ છે. વધુમાં કહ્યું હતું કે હત્પં ઘટનાના બીજા દિવસથી જ અહીં હતો અને તત્રં સાથે સંકલનમાં હતો. હાલની માહિતી મુજબ ૨૭ વ્યકિતઓની બોડી મળી છે એ પૈકીના ૧૭ જેટલા પરિવાજનોના ડીએનએ મેચ થઇ ગયા છે. અને હવે ૧૦નું મેચિંગ બાકી છે. અને આ કામગીરી પણ ખુબ ઝડપથી પૂર્ણ થઇ જશે તેમ ઉમેયુ હતું. તેમની સિવિલ મુલાકાતમાં સાંસદ રામભાઈ મોકરિયા સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMગુરુ નાનક દેવના પ્રિય શિષ્ય, તેમના પુત્ર નહીં... આ વ્યક્તિને સોપી હતી ગાદી
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech