રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઈઝરી કમિટીમાં ચેરમેન તરીકે સાંસદ પુરૂષોત્તમ પાલા, રામભાઈ મોકરીયા,કેસરીદેવસિંહ, ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એરપોર્ટ ડિરેકટર દિગતં બોરાહ સહિત સોળ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ ક્ષેત્રના અગ્રણીઓથી લઈને સાંસદ સભ્ય સુધી કમિટીમાં નિમણૂક થઈ ગયા બાદ હવે રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ લાઈટ જલ્દીથી ઉડાન ભરે તેવી કમિટીના સભ્યો પાસે સૌરાષ્ટ્ર્રવાસીઓની અપેક્ષા છે. લાંબા સમયથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્રીનફિલ્ડ એરપોર્ટ નું ઉદઘાટન થઈ ગયાના એક વર્ષ કરતા પણ વધુ સમય થઈ ગયો તેમ છતાં પણ હજુ સુધી નવું ટર્મિનલ બિલ્ડીંગ પેસેન્જરને મળ્યું નથી તો પાયાપ સુવિધામાં પણ એરપોર્ટ વામણું સાબિત થયું છે.
દર વર્ષની જેમ એરપોર્ટની એડવાઈઝરી કમિટી માત્ર નામ પૂરતી જ ન રહી જાય તેવી ચર્ચાઓ વચ્ચે હવે નવી કમિટીમાં સાંસદ પાલા ચેરમેન તરીકે આવ્યા છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખરા અર્થમાં સાર્થક થાય તેવી રાજકોટવાસીઓની આશા છે.
૧૪૦૦ કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નવી કમિટીમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય, આઈએએસ અને આઇપીએસ અધિકારીઓ ઉપરાંત ચીફ એરપોર્ટ સિકયુરિટી ઓફિસર અમનદીપ સિરસવા, ઈન્ડિગો ના એરપોર્ટ મેનેજર લોયેડ પિન્ટો, એર ઇન્ડિયાના એરપોર્ટ મેનેજર ક્રિષ્ના ચતુર્વેદી, જાણીતા ડોકટર પ્રકાશ મોઢા, અગ્રણી મિહિરભાઈ અરવિંદભાઈ મણીયાર, ભાજપના કોષઅધ્યક્ષ મયુરભાઈ શાહ, જાણીતા બિઝનેસમેન રાજન વડાલીયા, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રણવ ભાલાળા, ટ્રાવેલ ગ્રુપના સંચાલક ગોપાલભાઈ ઉનડકટનો સમાવેશ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech