જેતપુર નગરપાલિકા દ્વારા શહેરભરનો કચરો શહેરના દેરડી રોડ પર આવેલ ઘનકચરા સાઇટ પર એકઠો કરવામાં આવે છે. આ સાઇટ પર લાખો મેટ્રીક ટન કચરો એકઠો થયો હોવાથી ચારે બાજુ કચરાના ઢગ જ દેખાય છે. આમ તો આ કચરાના ઢગમાં રોજ હળવો હળવો ધુમાડો તો દેખાતો જ હોય છે. પરતું ગતરોજ હળવો ધૂમાડાના પ્રમાણમાં વધારો નોંધાયો અને ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કર્યું. હવે નગરપાલિકા માટે ચિંતાનો વિષય થઈ પડ્યો કેમ કે લાખો મેટ્રીક ટન કચરાના બધા ઢગલાઓ સુધી આગ પહોંચે તો આગ પર કાબુ જ ન મેળવી શકાય. જેથી નગરપાલિકા દ્વારા ગુરુવારથી કચરાના ઢગ પર ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચાલુ કર્યો. આજુબાજુના ગામો સુધી ધુમાડો પહોંચી ગયો જેથી ખેતરોમાં મજૂરો શ્વાસ ન લઈ શકતા કામ પડતું મૂકીને ચાલી નીકળ્યા. અને આ રોડ પરથી લોકોને પસાર થવું હોય તો મોઢા આડે રૂમાલ કે કપડું બાંધવું પડે તે હદે શ્વાસ લેવામાં મુંજારો અનુભવવા લાગ્યો હતો. જેથી નગરપાલિકા દ્વારા બુલડોઝર વડે કચરાના ઢગ છુટા પાડવાની પણ કામગીરી હાથ ધરાઈ અને આગ પર સતત પાણીનો મારો પણ ચાલુ રાખ્યો હતો. સતત બે દિવસથી કચરાના ઢગલાઓ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ ધુમાડો ચાલુ જ છે ધુમાડો ક્યારે બંધ થશે તે હજુ નક્કી નથી. નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે સરકારે ગંભીર લેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech