ગોંડલના સ્ટેશન પ્લોટમાં દીપડો દેખાયાની અફવાથી ભયનો માહોલ

  • June 26, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર ૧૫માં બે દીવસ પહેલા મોડી સાંજે એકમાં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી ઈ હતી જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.અને ભયનાં માર્યા ઘરમાં પુરાઇ ગયા હતા. બનાવોનાં પગલે રેસ્ટ વિભાગ અને પોલીસ ઘટના સ્ળે દોડી ઉઠ્યા હતા.
​​​​​​​
સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દીપડો હોવાની વાતો વાયુ વેગે ફેલાતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દીપકસિંહ જાડેજા, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા, સહદેવસિંહ જાડેજા અને ટ્રેકર ટીમ દ્વારા દિવસ અને રાત્રીના આસપાસની સોસાયટીમાં અને સ્ળ તપાસ કરતા વન્ય પ્રાણીના ફૂટ માર્ક જોવા મળ્યા ન હતા સ્ટેશન પ્લોટ સહિતની આસપાસની સોસાયટીમાં જૂનવાણી બંધ મકાનોમાં ફોરેસ્ટ વિભાગ અને ટ્રેકર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી ક્યાંય પણ કશું દેખાયુંન હતું.
દીપકસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ૨૨ જૂનની સાંજે ૭.૩૦ વાગ્યા આસપાસ એક પ્લોટમાં વન્ય પ્રાણી દેખાતું હોઈ તેવા સામે આવ્યા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્ળ તપાસ કરવામાં આવતા ફૂટ માર્ક દેખાયા ન હતા સતત ત્રણ દિવસ અને રાત્રી ના ફોરેસ્ટરોનું પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જુનવાણી (ખંઢેર) બંધ મકાનોમાં તપાસ હા ધરવામાં આવી હતી. ક્યાંય પણ વન્ય પ્રાણી કે તેમના ફૂટ માર્ક દેખાયા ન હતા. શહેરીજનોએ આ વન્ય પ્રાણીની અફવાી દુર રહેવાની અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application