અમને બે ત્રણ મહિનાનો સમય આપો પરમીટ લઇ લઈશું કહી સરકાર સામે હડતાળનું હથિયાર ઉગામનાર સ્કૂલ વર્ધી વાન ચાલકોએ ચાર મહિને પણ ટેક્સી પાસીંગ પરમીટ ન કરાવી બિન્દાસ્ત પણે સ્કૂલના વિદ્યાર્થીઓને તેડવા મુકવા જઈ રહ્યા છે. રાજકોટમાં અંદાજિત 1000 જેટલા સ્કૂલવાન તરીકે ઉપયોગ કરતા ધારકોમાંથી માત્ર 200 જેટલા વાહન ચાલકોએ ટેક્સી પાસીંગ માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાંથી પણ 60થી 65 વાનએ પરમીટ મેળવી નિયમ મુજબ વર્ધીમાં વાહન ચલાવી રહ્યા છે. આવા સ્કૂલવેન તરીકે વાહન ચલાવતા ચાલકો સામે આરટીઓ તંત્રએ પણ લાલ આંખ કરી છે. જો કે સ્કૂલ વર્ધીમાં રિક્ષાઓ પણ મોટી સંખ્યામાં ચાલી રહ્યા છે જેમાં ક્ષમતા કરતા બાળકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે વર્ધીમાં ચાલતા રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આગની દુર્ઘટનામાં સરકાર પણ દાઝી જતા રાજ્યભરમાં જાહેર અને કોમર્શિયલ ક્ષેત્રોમાં ફાયર સેફટીનું ચેકીંગ કરી જ્યાં ફાયર સાધનો ન હોઈ ત્યાં સીલ લગાવી દેવાની કડક સૂચના તંત્રને આપવામાં આવી હતી આ સમયે બાળકોને સ્કૂલે મુકવા જતી રિક્ષામાં જોખમી સવારી હોવાનો ફોટા વાયરલ થતા સરકાર દ્વારા આરટીઓ અને પોલીસને કડક સૂચના આપી ટેક્સી પાસીંગ, ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવા, જરૂરી ડોક્યુમેન્ટ ન હોવા અને ગેસ કીટ ઉપર સીટિંગ ન રાખવું સહિતના નિયમોની કડક અમલવારી કરાવવા આદેશ કરતા શિક્ષણ કાર્યના પ્રથમ દિવસે જ આરટીઓ તંત્ર દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવતા મોટાભાગે વર્ધી વાહનમાં ટેક્સી પાસીંગ અને પરમીટ ન હોવાનું સામે આવતા માતબર રકમના દંડ ફટકારવામાં આવતા રાજકોટ સહીત રાજ્યભરમાં સ્કૂલ વર્ધી વાન એસોસિએશન દ્વારા ઉહાપો ઉભો કર્યો હતો અને સરકાર સામે બાયો ચડાવી કેટલાક દિવસ સુધી બાળકોને સ્કૂલે ન મુકવા જઈ હડતાળ પાડી હતી. જેના કારણે વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સમયે સ્કૂલ વર્ધી વાન ચાલકોએ સરકાર પાસે આ નિયમ મુજબની કામગીરી માટેનો બે થી ત્રણ મહિનાઓ સમય માગ્યો હતો આ સમય દરમિયાન જે તે જરૂરી પરમીટ સહિતની કામગીરી પુરી લઈશું તેમ રજૂઆત કરતા સરકાર દ્વારા રજૂઆતને ગાહ્ય રાખવામાં આવી હતી અને આરટીઓ તંત્રને રૂકજાવના આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન પણ રાજકોટમાં 1000 જેટલા સ્કૂલ વર્ધી વાન ચાલકો પૈકીના ગણ્યા ગાંઠ્યા એટલે કે માત્ર 10 ટકા જ ચાલકોએ પરમીટ કરાવી હતી આ સિવાયના વાન ચાલકોએ આજદિન સુધી પરમીટ ન કઢાવી ગેરકાયદેસર રીતે વર્ધિઓ ચાલુ રાખી છે. ત્યારે આવા નિયમભંગ કરતા વાન ચાલકો સામે આરટીઓ વખતો વખત ડ્રાઈવ ગોઠવી દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરી રહી છે.
જોખમી સવારી રિક્ષાઓનું શું?
જે રીતે પ્રાઇવેટ પાસીંગમાં ઇકો અને વેનના ચાલકો પરમીટ વગર જ સ્કૂલ વર્ધીમાં વાહન ચલાવી રહ્યા છે તેજ રીતે રિક્ષા ચાલકો પણ ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડી જોખમી સવારી કરી રહ્યા છે. ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર આવા રિક્ષા ચાલકો સામે પણ કાર્યવાહી કરે એ પણ એટલું જ જરી છે.
રજૂઆતનો સમય પૂરો થયો, હવે કાર્યવાહીનો શ: કે.એમ.ખપેડ
શહેરમાં નિયમભંગ કરી દોડતી સ્કૂલવાન અંગે રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી એસોશિયનના નામે આવતા સ્કૂલ વર્ધી વાનના આગેવાનોની રજૂઆત સાંભળી હતી અને સરકારમાંથી પણ જે સમય આપવામાં આવ્યો હતો એ પણ પૂરો થઇ ગયો છે. અમે અગાઉ પણ વચ્ચે ડ્રાઈવ કરી ત્યારે પણ સ્કૂલવાન ચાલકોને પરમીટ માટેની સૂચના આપી હતી અને દંડનીય કાર્યવાહી કરી હતી. એમ છતાં આટલા સમયમાં સ્કૂલ વર્ધી કરતા વાન ચાલકોએ પરમીટ મેળવવા માટેની કોઈ અરજી કરી નહતી. આથી હવે રજૂઆત સાંભળવાનો સમય પૂરો થઇ ગયો છે હવે દંડ અને ડિટેઇન ની કાર્યવાહી જ કરવામાં આવશે. હજુ પણ જે સ્કૂલ વેન ચાલકોની પરમીટ સહિતના ડોક્યુમેન્ટ બાકી હોઈ તે વહેલી તકે પુરા કરી નિયમ મુજબ વાન ચલાવે તેમ અંતમાં ઉમેર્યું હતું.
ટ્રાફિક પોલીસને ટાર્ગેટ પુરા કરવા સિવાય રસ નથી
ટ્રાફિક સમસ્યા હોઈ કે પછી વાહનોમાં આંખો આંજી દેતી એલઇડી વ્હાઇટ લાઈટો કે પછી બેફામ દોડતા રિક્ષા સહિતના વાહનો ટ્રાફિક પોલીસ અને તેના અધિકારીઓને ઓફિસ છોડી ફિલ્ડમાં નીકળવામાં જરા પણ રસ નહોવાનું હાલની કામગીરીની સ્થિતિ જોતા લાગી રહયું છે. માત્રને માત્ર મહિનાનો ટાર્ગેટ પૂરો કરવા માટે સમયાતંરે ડ્રાઈવ ગોઠવી જુદા જુદા કેસ કરીને દંડ વસૂલી કામગીરી કયર્નિો સંતોષ માની લેવામાં આવે છે જેના કારણે સ્કૂલવેન ચાલકો હોઈ કે પછી રિક્ષા ચાલકો કોઈ ને પણ પોલીસનો ડર ન હોવાનું રોડ પર બિન્દાસ્ત રીતે ફરતા હોવા પરથી લાગી રહ્યું છે.
ફિટનેસ ચેક થાય તો મોટાભાગે વાહનો ફેઈલ
સ્કૂલની વર્ધી માટે રિક્ષા સહિતના કોઈ પણ વાહન હંકારવા માટે ટેક્સી પાસીંગ રજીસ્ટ્રેશન અને પરમીટ હોવી જરૂરી છે, આ ઉપરાંત આ વાહન સ્કૂલ વર્ધી માટે હંકારી શકાય કે નહીં તેના માટે આરટીઓ ખાતે ફિટનેસ કરાવી તેનું સર્ટી ફિકેટ લેવું ફરજીયાત છે. તેમજ રિક્ષાની સાઈડમાં ગ્રીલ હોવી, સ્પીડ લિમિટ સહિતના કેટલાક ક્રાઈટ એરિયા મુજબ વાહન હોવું જોઈએ જો કે આ બધા નિયમોનું ચોક્કસ પણે અમલવારી કરાવવામાં માટેનું સરકારનું ફરમાન આવે તો એક પણ વાહન સ્કૂલ વર્ધીમાં ચાલે નહીં અને મસ મોટા દંડની રકમ ભરવી પડે, પરંતુ આતો ગુજરાતનું તંત્ર છે નિયમો કાગળ ઉપર ચાલે અને વાહનો રોડ ઉપર ચાલે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech