નિષ્ક્રિય ઈપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવાના નિયમો થયા કડક

  • August 12, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ નિષ્ક્રિય પીએફ અકાઉન્ટમાંથી અનધિકૃત ભંડોળના ઉપાડ પર અંકુશ મેળવવા માટે કેટલાક નિયમો લાગૂ કર્યા છે. નવા નિયમો હેઠળ ડિએકિટવેટ ખાતા માટે માનક સંચાલિત પ્રક્રિયા (એઓપી)માં સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં સખત ચકાસણીનું પાલન પણ સામેલ છે. ઈપીએફઓએ પીએફ ખાતાને બે ભાગોમાં વર્ગીકૃત કર્યા છે. પહેલું કામ લેન–દેનના ખાતા અને બીજુ નિષ્ક્રિય ખાતા. બંન્ને ખાતામાં કોઈ પણ નિકાસી અથવા ટ્રાંસફર પહેલા હવે ઈપીએફ સભ્યોને સત્યાપરની સખ્ત પ્રક્રિયાથી પસાર થવું પડશે.
નવા એસઓપી હેઠળ નિષ્ક્રિય ખાતાને સક્રિય કરવા માટે ખાસ ચકાસણીની પ્રક્રિયા શ કરવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્ય માટે ખાસ એમ્પ્લોયરની પુષ્ટ્રી કરવી પણ આવશ્યક હશે. પહેલા નિષ્ક્રિય રહેલા એકાઉન્ટ માંથી કરવામાં આવેલા દાવાની વધુ તપાસ કરવી પડશે. આ ફેરફાર કર્મચારીના પીએફ ખાતાની સુરક્ષા વધારશે અને તેનો દુરઉપયોગને રોકવા માટે કરવામાં આવ્યો છે.
નવા નિયમ હેઠળ તમામ નિષ્ક્રિય ખાતા માટે યૂનિવર્સલ અકાઉન્ટ નંબર બનાવવા જરી કરવામાં આવ્યા છે. જે સભ્યોના નિષ્ક્રિય ખાતાઓ યૂએએન સાથે જોડાયેલા નથી. તેને બાયોમેટિ્રક ચકાસણી માટે ઈપીએફઓ કાર્યાલયો અથવા વિશેષ શિબિરોમાં જવું પડશે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ દાવેદારની ઓળખની પુષ્ટ્રિ કરવી અને છેતરપિંડીને રોકવાનો છે. ઓછા લેન–દેન ધરાવતા ખાતા એ માનવામાં આવશે જેમાં એક ચોક્કસ સમયના વ્યાજને છોડીને કોઈ જમા અથવા ઉપાડ થયો નથો. નિયમો અનુસાર, જે ઈપીએફ એકાઉન્ટમાં યૂએએન પહેલાથી જોડાયેલ છે, પરંતુ સાચી કેવાઈસીની જાણકારી નથી. તે સભ્યોએ કેવાઈસી અપડેટ કરવું પડશે. સબ્સ્ક્રાઈબર આ કામ પોતાના નિયોકતાના માધ્યમથી કરી શકે છે અથવા તો સીધા ઈપીએફઓ કાર્યાલય જઈને કેવાઈસી અપડેટ કરાવી શકે છે. યૂએએન બનાવવા અને કેવાઈસીને અપડેટ કરવાની પ્રક્રિયા હવે ઈપીએફ ખાતામાં ઉપલબ્ધ જમા રાશિ પર નિર્ભર કરશે, જેમાં ખાતા માટે વરિ અધિકારીઓ પાસેથી મંજુરી આવશ્યક હશે.
જે ઈપીએફ સબસ્ક્રાઈબરનું મૃત્યુ થઈ ચૂકયુ હોય તેમના નોમિની પીએફ ખાતામાં જમા રકમ માટે કલેમ કરી શકે છે. એવા મામલામાં ફિલ્ડ ઓફિસ યૂએએન બનાવી કેવાઈસી પૂરી કરશે. નોમિની બાયોમેટિ્રક પ્રમાણીકરણ કરવામાં આવશે. જો ઈ–નામાંકન કરવામાં આવ્યું હોય તો નોમિની પીએફ ખાતામાં પડેલ રકમ માટે ઓનલાઈન કલેમ કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application