સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા સોમવારે રૂદ્રાક્ષ દર્શન શ્રૃંગાર

  • August 12, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભકતજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજા સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલ્યું પ્રાત: મહાપૂજા, પ્રાત: આરતી પછી પાલખી યાત્રા, મધ્યાહન મહાપૂજા, મધ્યાહન આરતી, વિશેષ શ્રૃંગાર, મહાદેવને રૂદ્રાક્ષનો શ્રૃંગાર ૫થી ૮–૩૦, દિપમાલા ૬–૩૦થી ૭–૩૦, સાંજની આરતી ૭થી ૭–૨૦ આમ સોમનાથના દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ રાત્રીના સંગીત કાર્યક્રમ રાખવામાં આવેલ છે.શ્રાવણના બીજા સોમવારે લોકો પગપાળા, રેલવે, એસટી અને પોતાના પ્રાઇવેટ વાહનો દ્રારા આવી રહેલ છે. પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે સેવાભાવી લોકો દ્રારા ઠેર ઠેર ચા–પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સોમનાથમાં સવારના પાલખી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાશે અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્યાએ નિકળશે તેમજ સાંજના શિવજીને પ્રિય રૂદ્રાક્ષનો શ્રૃંગાર કરવામાં આવશે.
શ્રાવણના બીજા સોમવારે લોકોના ધસારાને ધ્યાને લઇ અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમાં રહેશે. જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એસઆરપી, ઘોડેસવાર પોલીસ, જીઆરડી અને સોમનાથ ટ્રસ્ટ સીકયુરિટી રહેશે તેમજ સ્વસ્થતાનો પુરો ખ્યાલ રાખવામાં આવશે.

સોમનાથ મહાદેવને અર્ક પુષ્પનો શ્રૃંગાર
આજે શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા એક એટલે કે આંકડાના પુષ્પો તેમજ વિવિધ રંગના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભકતોને અર્ક અને વિવિધ રંગના પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application