રૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય

  • January 22, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આજે મળેલી બોર્ડ મીટીંગ અંતર્ગત હોડિગ બોર્ડની ફીના નવા દર તેમજ કોમ્યુનિકેશન સાઇટ મતલબ કે મોબાઇલ ફોન ટાવરના નવા ફી દર મંજૂર કરવા અંગેની દરખાસ્ત રજૂ કરાઈ હતી જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી, અલબત્ત આ નિર્ણયમાં ફીના દર ઘટાડવામાં આવ્યા હતા અને ખાનગી એડ એજન્સીઓને લાભકર્તા થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત એ રહી કે રિવાઇઝ કરેલા દરોમાં ડા હસ્તકની જમીનમાં ઉભા કરાયેલા હોડીંગ બોર્ડ માટે ખાનગી જમીન કરતા ડબલ ફી સૂચવવામાં અને મંજૂર કરવામાં આવી હતી !
દરમિયાન સ્ટાફ વિહોણી ડા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ડા વિસ્તારમાં ગેરકાયદે હોડિગ બોર્ડનો સર્વે કરવામાં આવશે અને તે રેગ્યુલરાઈઝ કરવા અથવા તો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઇન્ટ ની આજુબાજુ આવેલા હોડિગ બોર્ડએ ડાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. ડા વિસ્તારમાં મંજૂરી વિના અનેક હોડિગ બોર્ડ ઊભા થઈ ગયા હોવાનું માલુમ પડતા તેમજ આ અંગે વ્યાપક ફરિયાદો અને રજૂઆતો મળતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે આજે જે પ્રકારના સુધારેલા ભાવ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં ખાનગી જમીન ઉપર હોડિગ બોર્ડના ભાવ ઓછા અને ડા હસ્તકની જમીનમાં વધુ ભાવ રાખવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News