રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સુચવાયેલા જુના અનેક પ્રોજેકટસ અપૂર્ણ રહ્યા છે, દરમિયાન હાલ ડા કચેરીએ અધૂરા કામોને ગણકાર્યા વિના આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫–૨૦૨૬નું અંદાજપત્ર તૈયાર કરવા તડામાર તૈયારીઓ શ કરી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં ડા કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ હાલ બજેટની તૈયારી શ કરાઇ છે અને ફેબ્રુઆરીના અતં સુધીમાં બોર્ડ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે મળનારી બોર્ડ મિટિંગના અંતે બજેટ અંગે ઔપચારિક ચર્ચા થશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં ગત વર્ષે મળેલી ૧૭૧મી બજેટ બોર્ડ મિટિંગ તત્કાલિન ચેરમેન આનદં પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫માં .૨૫૬.૯૦ કરોડની આવક સામે, .૨૨૭.૫૬ કરોડના ખર્ચ સાથેના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં .૨૦૬.૧૭ કરોડના મૂડીગત ખર્ચ, .૮.૮૩ કરોડના રેવન્યુ ખર્ચ તથા .૧૨.૫૫ કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા રસ્તા અને બ્રિજના કામો માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા રોડના કામો માટે .૫૭.૩૪ કરોડના ખર્ચની તેમજ સ્ટ્રીટલાઇટના કામો માટે .૫.૯૦ કરોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં .૧૧૫.૩૭ કરોડ અને પીએમએવાયમાં .૨૧.૪૮ કરોડના ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક અન્ય વિકાસ કામો માટેના ખર્ચની જોગવાઇઓ રજૂ કરવામાં આવી હતી
મનપાની જેમ રૂડાએ પણ જમીન વેચાણ ન કયુ
રાજકોટ મહાપાલિકાએ છેલ્લા ચાર વર્ષથી જમીન વેંચાણ કયુ નથી, દરમિયાન હવે ડા કચેરીએ પણ મનપાને પગલે ચાલીને જમીન વેંચાણ કરવાનું માંડી વાળ્યું હોય તેમ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ના બજેટમાં જમીન વેંચાણમાંથી માતબર રકમની આવક દર્શાવી હતી પરંતુ જમીન વેંચાણ કયુ ન હોય આવક નહીં થતા બજેટમાં દર્શાવેલા વિકાસકામોના પ્રોજેકટસ લટકતા રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech