રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ચાલું નાણાંકીય વર્ષ-2024-2025ના વર્ષમાં દશર્વિેલા પ્રોજેક્ટ્સમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ્સ સાકાર થયા નથી અને હવે જુના પ્રોજેક્ટ્સને જ કેરી ફોરવર્ડ કરી નવા બજેટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોકોને આશ્ચર્ય એટલા માટે થાય છે કે રૂડા દર વર્ષે એના એ જ જુના પ્રોજેક્ટ્સ નવા રૂપ રંગ સાથે અથવા તો ક્યારેક નવા નામ સાથે જાહેર કરે છે. અમુક બુદ્ધિજીવીઓને તો હવે રૂડાનું પ્લાનિંગ અને પ્રોજેક્ટ્સ કંઠસ્થ થઇ ગયા છે. આયોજન બાદ અમલ થતો ન હોય રૂડા વિસ્તારમાં વિકાસ નજરે પડતો નથી.
એકંદરે ચાલું નાણાંકીય વર્ષ 2024-2025માં રૂડા બજેટનો બ પણ સાકાર ન કરી શક્યું નથી. આવક-જાવકના બધા અંદાજો લગભગ ખોટા પડ્યા છે. રૂડાએ ન જમીન વેંચી છે કે તો ન નવી હોર્ડિંગ સાઇટ્સ ઉભી કરી છે. બાકી લેણું વસુલવામાં કંઇ ઉકાળ્યું નથી. પોતાના જ પ્લોટ્સ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી સુરક્ષિત કરવામાં પણ રૂડા તંત્ર નિષ્ફળ રહ્યું છે. બજેટમાં દશર્વિેલા મોટા ભાગના નવા પ્રોજેક્ટ્સ કાગળ ઉપર જ રહ્યા છે અને શરૂ થયા છે તે પુરા ન થયા નથી. એક વર્ષમાં કુલ ફક્ત છ મિટિંગ મળી છે.
આજથી 11 મહિના પૂર્વે જાન્યુઆરી-2024માં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 171મી બોર્ડ બેઠક તત્કાલિન ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં બજેટને બહાલી આપવામાં આવી હતી.ચાલું નાણાંકીય વર્ષ 2024-2025ના બજેટમાં 256.90 કરોડની આવક સામે 227.56 કરોડની જાવક દશર્વિાઇ હતી. આ ખર્ચમાં 206.17 કરોડ રૂપિયાના મૂડીગત ખર્ચ, 8.83 કરોડના રેવન્યુ ખર્ચ અને 12.55 કરોડના અનામત ખર્ચનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
રૂડા તંત્ર મોટાભાગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર રહે છે અને ક્યારેય આવકના નવા સ્વતંત્ર સ્ત્રોત નિમર્ણિ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી જેના લીધે નવી આવક થતી નથી કે નવા કોઈ પ્રોજેક્ટ્સનું આયોજન કે અમલ થતો નથી. હવે તો નાગરિકોએ પણ સ્વીકારી લીધું છે કે રૂડા ફક્ત નળ, ગટર, લાઇટ , સફાઈ ( ડોર ટુ ડોર ગરબેજ કલેક્શન) જેવી પ્રાથમિક સુવિધાઓ આપે તો પણ ઘણું છે, બીજું કંઇ ન આપે તો હરખ-શોક નથી.
મહાનગરપાલિકા અને રૂડાના વહીવટી વડા છેલ્લા 20 વર્ષથી એક જ હોય છે ત્યારે મહાનગરપાલિકાની 40 બ્રાન્ચના અનુભવી અધિકારીઓ અને ઇજનેરોની સેવાનો રૂડામાં લાભ લેવામાં આવે તો ક્યારેય ક્યાંય ક્ધસલ્ટન્ટની પણ જરૂર પડે તેમ નથી, પરંતુ આવું થતું નથી. આમ પણ અનેક બાબતોમાં રૂડા તંત્ર મહાપાલિકાના ઠરાવોની સત્તાવાર ઉઠાંતરી કરી બેઠો અમલ કરાવે જ છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મતલબ કે હવે રૂડાની સ્પધર્િ ઔડા સાથે રહેશે તેવો સંકલ્પ રજૂ કરાયો તે ખ્યાલ બિરદાવવા લાયક છે પરંતુ હાલના ડિજિટલ યુગમાં પોતાની વેબસાઈટ પણ ડેઇલી અપડેટ નહીં કરતું રૂડા તંત્ર ઔડા સાથે કઇ રીતે સ્પધર્િ કરશે ? તેવા સવાલો ઉઠ્યા વિના રહેતા નથી.
વર્ષ-2024-25ના બજેટમાં દશર્વિેલ અપૂર્ણ પ્રોજેક્ટ્સ
(1) કાંગશિયાળી અને મનહરપુર, રોણકી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો
(2) ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.38/2માં પાણી પુરવઠાની યોજના
(3) ડ્રાફ્ટ ટી.પી.વિસ્તારો મનહરપુર-રોણકી, સોખડા-માલિયાસણ, વાજડી વડના ટી.પી.રસ્તાઓમાં 25 કરોડના ખર્ચે ડામર કામ
(4) રિંગ રોડ-2માં પાળ રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી કુવાડવા રોડ તરફના રોડને ફોર લેન બનાવવા
(5) મનપા વિસ્તારથી રિંગ રોડ-2ને જોડવા રેડિયલ રોડ બનાવવા માટે 8 કરોડ
(6) નાકરાવાડી, દેવગામ અને રતનપરમાં ભૂગર્ભ ગટર માટે 3 કરોડ
(7) ખોખડદળ, પરાપીપળિયા, નાકરાવાડી, મનહરપુર-રોણકી, હરિપર પાળમાં સ્ટ્રીટલાઈટ માટે એક કરોડ
(8) મેટોડાથી ખીરસરા રોડ પર સ્ટ્રીટ લાઇટ માટે 1 કરોડ
(9) 90 મીટર એઈમ્સ રોડને જોડતા 30 મીટર ટી.પી. રોડ પર સેન્ટ્રલ ડિવાઈડર પર સ્ટ્રીટ લાઇટ માટે 1.50 કરોડ
રોણકી ઝંખે છે પીવાનું પાણી
રૂડામાં સમાવિષ્ટ રોણકી ગામ શહેરની ભાગોળે આવેલું છે પણ અહીં પીવાના પાણીને લઈને રૂડા ઉણું ઉતર્યુ છે. પાણીની લાઇન હોવા છતાં પણ પાણી સમયસર પહોંચતું કરાતું નથી. આ અંગે અવારનવાર રજુઆતો કરાઇ છે પણ પ્રશ્ન ઉકેલાયો નથી.
પરા પીપળીયાથી એઇમ્સ જતો રોડ બિસ્માર
રાજકોટ શહેરમાંથી જામનગર રોડ ઉપરના પરા પીપળીયાના પાટિયાથી એઇમ્સ સુધી જતો રસ્તો રેલવે ફાટક સુધી બિસ્માર પરંતુ આ રસ્તો રિપેર કરવા કોઇ જોગવાઇ કરાતી નથી. મોટાભાગના રાજકોટવાસીઓ એઇમ્સ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે.
કમ્પ્લેઈન માટે કોલ સેન્ટર હોય તો ફરિયાદોનો આંક સામે આવે
રૂડા વિસ્તારમાં રહેતા નાગરિકોને પણ અનેક સમસ્યાઓ છે અને તેઓ પણ ફરિયાદ કરવા ઇચ્છુક છે પરંતુ ફરિયાદ કરવી ક્યાં ? જો મહાપાલિકાની જ રૂડા કોલ સેન્ટર શરૂ કરે તો પ્રશ્નો અને સમસ્યાઓની ફરિયાદોનો સાચો આંક સામે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech