રૂા. ૫૬૦૦ કરોડના ડ્રગ્સનો માસ્ટરમાઈન્ડ કોંગ્રેસ આરટીઆઈ સેલમાં રહી ચૂકયો

  • October 03, 2024 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીમાંથી ઝડપાયેલા ૫૬૦૦ કરોડ પિયાના કોકેઈનના મામલામાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ ૨૦૨૨માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના આરટીઆઈ સેલના અધ્યક્ષ રહી ચૂકયા છે. આરટીઆઈ સેલના અધ્યક્ષ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પણ આરોપીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર લખેલું છે. આરોપીએ સોશિયલ મીડિયા પર ડિકી ગોયલ નામથી પ્રોફાઇલ બનાવી છે.
માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલના કોંગ્રેસના ઘણા નેતાઓ સાથેના ફોટોગ્રાસ પણ સામે આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો છે. સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન તુષાર ગોયલે પોતે ખુલાસો કર્યેા છે કે તેઓ ૨૦૨૨માં કોંગ્રેસ દિલ્હીના આરટીઆઈ સેલના વડા હતા.
જણાવી દઈએ કે, ૫૬૦૦ કરોડ પિયાના કોકેઈન રિકવરી કેસના તાર દુબઈ સાથે પણ જોડાયેલા છે. આ કેસમાં દુબઈના એક મોટા બિઝનેસમેનનું નામ પણ સામે આવ્યું છે જે કોકેઈનનો મોટો સપ્લાયર છે. એજન્સીઓ સારી રીતે જાણે છે કે દુબઈ ડી કંપની માટે દવાઓની ખરીદી અને વેચાણ માટે સલામત ક્ષેત્ર છે.
સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, ૫૬૦ કિલો કોકેઈનના કન્સાઈનમેન્ટની સાથે દિલ્હી પોલીસે ૪૦ કિલો ગાંજો પણ જ કર્યેા છે. જેની કિંમત ૨૦ કરોડ પિયા હોવાનું કહેવાય છે. આ મારિયાનાને ફકેટથી લાઈટ મારફતે દિલ્હી લાવવામાં આવી હતી. પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, ત્રણ મહિના પહેલા કેન્દ્રીય એજન્સીઓ દ્રારા તેમને માહિતી મળી હતી કે એક મોટું મોડુલ ડ્રગ્સની દાણચોરી કરી રહ્યું છે, જે દેશભરમાં ફેલાયેલું છે. દિલ્હી પોલીસ આ મામલે ૩ મહિનાથી સખત મહેનત કરી રહી હતી. ઘણા ઈનપુટની તપાસ કરવામાં આવી રહી હતી. ઘણા લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. હવે પોલીસની મહેનત રગં લાવી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાષ્ટ્ર્રીય ડ્રગ સ્મગલરના મોડુલનો પર્દાફાશ કર્યેા. તુષાર દિલ્હીમાં આ મોડુલનો લીડર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application