ભાજપ કાર્યાલય ખાતે ગૌધન અને શ્ર્વાન માટે બનાવાયા રોટલા

  • August 30, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર માં અતિ ભારે વરસાદ થી સર્જાયેલ પરિસ્થિતિ માં પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા અબોલ જીવ (ગૌવંશ અને શ્ર્વાનો) માટે  સેવાયજ્ઞ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઇ બોખીરીયા,  પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા(પટેલ), સેવાકીય આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાના સાથસહકાર અને માર્ગદર્શનથી અને મહિલા મોરચાના સહયોગથી પોરબંદર જિલ્લા યુવા ભાજપ દ્વારા અબોલ જીવ માટે સેવાયજ્ઞ કરવામાં આવેલ.પશુઓ માટે જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન) ખાતે રોટલા બનાવી ને વિતરણ કરવા માં આવેલ હતુ.આ વિચાર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ લક્કીરાજસિંહ વાળાનો હતો જેને સૌએ વધાવ્યો હતો.



આ સેવાકીય કાર્ય માં પોરબંદર જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા , યુવા ભાજપ ના પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, યુવા આગેવાન  ધર્મેશભાઈ પરમાર તથા મનસુખભાઇ વ્યાસ , આનંદભાઈ નાંઢા , શિવરાજસિંહ જાડેજા , પાર્થ ભાઈ રાઠોડ , જીતભાઈ ‚પારેલ , તુષિલભાઈ વાઘેલા, હિત ભાઈ જોશી , વૈભવભાઈ થાનકી , મહેશભાઈ જેઠવા , પ્રમોદભાઈ માવાણી , રાજભાઈ પોપટ , માધવભાઈ દત્તાણીએ દ્વારા રોટલાં ની તૈયારી કરી અને પોરબંદરમાં અલગ-અલગ વિસ્તારમાં હરતા  ફરતા અબોલ પશુઓ ને રોટલાં આપવામાં આવ્યા હતા.


આ સેવાકીય કાર્ય માં મુખ્ય રોટલાં બનાવવા માં મહિલા મોરચા ના બેહનો એ ખુબ સેવા આપી એવા પોરબંદર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  મીતાબેન થાનકી, પ્રદેશ કારોબારી સભ્ય  જસવિંદર કોર, હંસાબેન તુમ્બડિયા, ભારતીબેન ગોહેલ, ઇલાબેન ભદ્રેચા, નિર્મળાબેન ગિરનારી, નર્મદાબેન સલેટ , કમવાબેન વાઢિયા , રીટાબેન પાંજરી , હંસાબેન શિયાળ , દેવીબેન કોટીયા , પાર્વતીબેન ચૌહાણ , અલ્પાબેન  સલેટ , રાજેશ્રીબેન વાઢિયા , ગંગાબેન ચામડીયા , ભાવનાબેન ચૌહાણ   સહિત બહેનો એ ખુબ મેહનત થી રોટલા બનાવી આપેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application