રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર, જાણો કયા શહેરમાં કોણ બનશે મેયર?

  • November 10, 2024 11:36 PM 

શહેરી વિકાસ વિભાગે ગુજરાતની 8 મહત્વની મહાનગરપાલિકાઓ માટે રોસ્ટર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં વિવિધ કેટેગરીઝ અને ટર્મ્સ મુજબ મેયર પદ માટે નામફહમીઓ જાહેર કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે, ત્યારબાદ બીજા અઢી વર્ષ માટે મહિલા (અનુસૂચિત જાતી) મેયર થશે.
જૂનાગઢ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે.
જામનગર મહાનગરપાલિકા: પહેલી ટર્મ માટે મહિલા મેયર બનશે, અને બીજું અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર.
ગાંધીનગર મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતી અને બીજું અઢી વર્ષ માટે મહિલા મેયર.
સુરત મહાનગરપાલિકા :  પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
ભાવનગર મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
અમદાવાદ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ તો બીજા અઢી વર્ષ મહિલા અનામત આપવામાં આવી છે
વડોદરા મહાનગરપાલિકા : પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application