ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલીસ્ટ નક્કી થઈ ગઈ છે. આ વર્ષે ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ટીમ ફાઈનલમાં પહોંચી છે. સેમિફાઈનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને 2022ના વર્લ્ડ કપ્નો બદલો પણ લઈ લીધો હતો. સેમિફાઈનલમાં કેપ્ટન રોહિત શમર્એિ શાનદાર ઈનિંગ રમીને બે રેકોર્ડ પોતાને નામે કર્યા હતા.
ગુરુવારે ઇંગ્લેન્ડ સામે રમાયેલી -20 વર્લ્ડ કપ્ની બીજી સેમિફાઇનલ મેચમાં રોહિતે શાનદાર બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. હિટમેને 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાયર્િ હતા. તેમજ મેચમાં 146.15ના સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. આ સાથે સિક્સર કિંગે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
રોહિત શમર્િ ટી-20 વર્લ્ડ કપમાં 50 છગ્ગા મારનાર એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે. હવે તે માત્ર ક્રિસ ગેલના રેકોર્ડથી પાછળ છે. જેણે વર્લ્ડ કપમાં 63 સિક્સર ફટકારી છે. રોહિત માત્ર બીજો ખેલાડી છે જેણે 50 સિક્સરનો આંકડો પાર કર્યો છે. આ સાથે હિટમેને સાબિત કરી દીધું છે કે તેને અસલી સિક્સર કિંગ કેમ કહેવામાં આવે છે. આ મામલામાં ઈંગ્લેન્ડનો જોસ બટલર ત્રીજા સ્થાને છે. જેણે 43 સિક્સર ફટકારી છે.
આ સાથે રોહિતે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેનો પણ મોટો રેકોર્ડ તોડ્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે હતો. તેણે 111 ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે 113 ચોગ્ગા ફટકારીને આ રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો. આ ઉપરાંત રોહિત શમર્એિ કેપ્ટન તરીકે 5000 રન પણ પૂરા કર્યા હતા.
ટી-20 વર્લ્ડ કપ્ની બીજી સેમિફાઈનલમાં રોહિતની શાનદાર ઈનિંગની મદદથી ભારતીય ટીમે 172 રન બનાવ્યા હતા. મુશ્કેલ પિચ પર ભારતીય ટીમના બેટરો અસરકારક સાબિત થયા હતા. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવે 47 રન, હાર્દિક પંડ્યાએ 23, રવિન્દ્ર જાડેજાએ 17 અને અક્ષર પટેલે 10 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાએ 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામખંભાળીયાના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
April 29, 2025 12:05 PMજામજોધપુરમાં શરાબની બોટલ સાથે એક ઝબ્બે: એક ફરાર
April 29, 2025 12:01 PMજામનગરના દરેડના અનેક વિસ્તારોમાં પાકિસ્તાની - બાંગ્લાદેશી નાગરિકો માટે તપાસ હાથ ધરાઈ
April 29, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech