ગોધરા રેલવેરૂટ પર ટ્રેન રોકીને સવાત્રણ લાખની લૂંટ: 20 દિવસમાં બીજી ઘટના

  • November 17, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોધરા રેલવે રુટ પર ટ્રેનો રોકીને લૂંટ કરવાની બે ઘટનાઓ માત્ર 20 જ દિવસના ગાળામાં બનતા ર્જ્યની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ચોરી, લૂંટ, દુષ્કર્મના કિસ્સાઓ રોજ બરોજ વધી રહ્યાં હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક રેલવેમાં લૂંટ થયાની વિગતો સામે આવી છે.
ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ રાત્રે 1:40 કલાકે રોકવામાં આવી હતી. જેમાં અજાણ્યા લોકોએ સિગ્નલ લોસ કરતા ટ્રેન રોકાઈ હતી. સિગ્નલ લોસ કરીને તસ્કરોએ લૂંટ મચાવી હતી. જેમાં કુલ 3 લાખ 20 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. જે સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

20 દિવસ અગાઉ પણ ટ્રેનનું ઇમરજન્સી રોકાણ કરાયું હતું. 17 ઓક્ટોબરે સિગ્નલ લોસ થયું હતું. જેમાં 35 હજારની લૂંટ થઈ હતી. રાજ્યમાં પોલીસનું ઢીલું વલણ હોવાથી ક્રાઇમની ઘટના વધી રહી છે. લોકોમાં અસમાજિક પ્રવૃત્તિની વધી રહેલી માનસિક્તાના કારણ ક્રાઈમ વધી રહ્યું છે, જે માનવ સમૂદાય માટે એક વિચાર વિમર્શની બાબત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application