માણાવદરના બાંટવા ગામે ગુરૂવારે રાત્રે અમદાવાદની સોના–ચાંદીની પેઢીના બે સેલ્સમેનને છરી દેખાડી સોના–ચાંદીના દાગીના, રોકડ વગેરે રૂા.૧.૧૫ કરોડની લૂંટ ચલાવી ભાગી છૂટેલા લૂંટારૂઓ આજે સવારે ઘટનાના ૩૮ કલાકે પણ પોલીસના હાથમાં આવ્યા નથી. આ ઘટના પોલીસની નવ ટૂકડીઓ જુદી જુદી તપાસ ચલાવી રહી છે.
કુતિયાણાથી બાટવા તરફ જતા રસ્તે બાટવા સરાડીયા રોડ પર ગુવારે રાત્રે છરીની અણીએ લૂંટાં દ્રારા અમદાવાદની કલા ગોલ્ડ નામની સોનાની દુકાનમાં કામ કરતા બે સેલ્સમેન સરાડીયા રોડ પર જતા હતા તે દરમિયાન ગાડીમાં પંચર થયું હતું અને ટાયર બદલાવતા હતા. તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવી છરી બતાવી હતી અને એક સેલ્સમેન પર હત્પમલો કરી આઠ કિલો ચાંદી, ૧૬૯૭ ગ્રામ સોનાના દાગીના અને અને ૨.૬૬લાખની રોકડ મળી ૧.૧૫ કરોડથી વધુની રકમની લૂંટ કરી ત્રણેય ઈસમો નાસી ગયા હતા.ઘટનાની જાણ થતા જૂનાગઢ એસપી હર્ષદ મહેતા, કેશોદ ડીવાયએસપી ઠક્કર, એલસીબી પીઆઇ પટેલ, બાટવા પી આઇ વાળા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે કલા ગોલ્ડ ફેકટરીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યાિક ભાઈ ધર્મેન્દ્રભાઈ જોશી અને અન્ય સેલ્સમેન ધનરાજભાઈ ભાંગડે દ્રારા પોલીસને માહિતી આપવામાં આવી છે અને જેથી કરોડોની રકમની લુટ થયા મામલે પોલીસ દ્રારા કરાયેલ તપાસમાં લૂટના સ્થળથી થોડે દૂર મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત સેલ્સમેનો દ્રારા અપાયેલ માહિતીના આધારે આસપાસના વિસ્તારોમાં ડોગ્ સ્કોડની મદદથી તપાસ હાથ ધરી હતી. પરંતુ લૂંટ કરી નાસી ગયેલ ઈસમોના લોકેશન અંગે વાવડ મળ્યા ના હતા. સમગ્ર બનાવમાં પોલીસ દ્રારા ઘટનાના જુદા જુદા એન્ગલમાં પણ તપાસ કરી રહી છે. દાગીનાઓનો વીમો પણ હોવાની માહિતી મળી છે. કરોડોની રકમના સોના ચાંદીના દાગીનાના વીમા અંગે પણ સેલ્સમેનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમ દ્રારા બંને સેલ્સમેનો કયારે નીકળ્યા કયાંથી આવ્યા અને કઈ બાજુ જવાના હતા. અને મુખ્યત્વે કાર ના પંચર અંગેની માહિતી અંગે ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી તમામ દિશા તરફ ચક્રો ગતિમાન કર્યા છે. લોકેશન ના આધારે પોલીસ દ્રારા આગળના વિસ્તારોના સીસીટીવી ફટેજ મેળવવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નાસી ગયેલ ઈસમો અંગે કોઈ ફટેજ પ્રા થયા નથી.
તો બીજી તરફ સેલ્સમેનોની પૂછપરછમાં છરી બતાવી કરોડોની રકમના મુદ્દા માલની ચોરી મામલે મ સલામતી વગર થતી હેરાફેરી અંગે પણ મગનું નામ મરી પાડતા નથી એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ડોગ સ્કોડ અને સહિતની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ડોગના ઘટનાના ૧૦૦ મીટર આસપાસ જ આંટાફેરા
સમગ્ર બનાવવા માટે ડોગ સ્કોડની ટીમ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ બનાવ યાં બન્યો તેના ૧૦૦ મીટર આસપાસના વિસ્તારમાં જ ડોગ આટા ફેરા મળતો હોવાથી પોલીસ તપાસ પણ ચકડોળે ચડી છે.
"
મુદ્દામાલ અંગે પણ ઉંડાણપૂર્વક તપાસ
એલસીબી પીઆઇ પટેલના જણાવ્યા મુજબ ફરિયાદમાં દર્શાવેલ મુદ્દા માલ ખરેખર તેટલી જ રકમનો હતો કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સોના ચાંદીના તમામ દાગીનાઓનો વીમો હતો અને રોકડ તેમજ ચાંદી કાળા કલરના થેલામાં રાખ્યું હતું આ તમામ દાગીના નો વીમો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે જેથી જવેલર્સ પેઢીના માલિકનું પણ નિવેદન લઈ ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી અલગ અલગ દિશાઓમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
શહેર તેમજ જિલ્લાના સોની વેપારીઓને પણ એલર્ટ કરાયા
કરોડોની રકમને લૂંટ મામલે નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્રારા તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. નવ ટીમ દ્રારા થઈ રહેલી તપાસમાં લૂંટારો દાગીના લૂંટી નાસી ગયા તો કદાચ વેચવાની પણ અટકડ કરી રહ્યા હોય જેથી શહેર અને જિલ્લાના તમામ સોની વેપારીઓને પણ એલર્ટ કરી શંકાસ્પદ ઈસમો અંગે વિગત આપવા જાણ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech