જેતપુરમાં શહેર અને આસપાસના રસ્તાઓ ભંગાર હાલતમાં: ઠેરઠેર ખાડાથી લોકો પરેશાન

  • July 11, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ વર્ષ ઋતુ ચાલી રહી છે એટલે દરવર્ષની જેમ જેતપુર શહેરના મોટા ભાગના રસ્તાઓ ધોવાય જ ગયા છે. પરંતુ શહેરનો જીથૂડી હનુમાનજી મંદિર રોડ તો એટલી હદે તૂટી ગયો છે કે ત્યાં ખાડાઓમાં રસ્તો શોધવો પડે તેવી હાલત રસ્તાની થઈ ગઈ છે.જેતપુરના જૂનાગઢ રોડ પર કેનાલ કાંઠે આઠથી દસ જેટલી સોસાયટીઓ, ગ્રામ્ય વિસ્તારમાં જવાનો ટૂંકો રસ્તો, તેમજ શહેરનું પૌરાણિક મંદિર જીથૂડી હનુમાનજી મંદિર જવાનો રસ્તો આવેલ છે. આ રસ્તા પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેલ છે. હાલ ચોમાસામાં વરસાદની મૌસમમાં આ રસ્તો એટલી હદે તૂટી ગયો છે કે, પ્રથમ તો અહીં રસ્તો શોધવો પડે. રસ્તાનું નામોનિશાન મટી ગયું છે જ્યાં જુઓ ત્યાં દોઢ ફૂટ બે ફૂટની ઊંડાઈ તેમજ દસ પંદર ફૂટની પહોળાઈ ધરાવતા ખાડાઓ જ જોવા મળે છે.


સ્થાનિકોનું તો અહીં જીવવું જ દુષ્કર થઈ ગયું છે. અહીં શાકભાજી, દુધના ફેરીયાઓ આવવાનું જ બંધ કરી દીધું છે બાળકો માટેના સ્કૂલના વાહનો પણ એક કિમી દૂર રોડ પર ઉભા રહે છે ત્યાં સુધી પગપાળા કે ટુ વ્હીલરમાં જવું પડે અને તેમાં ટુ વ્હીલરમાં ખાડાઓને હિસાબે અકસ્માત થવાનો ડર રહે છે. જ્યારે જિથૂડી હનુમાનજી મંદિરે જતા ભાવિકો કહે છે કે ભગવાન અમારી પરીક્ષા લેતો હોય તેવું લાગે છે કે આ ખાડાઓ પાર કરીને તું કેવી રીતે મારા દર્શને પહોછે છે. અને ગ્રામ્ય વિસ્તારોના વાહન ચાલકો તો આ શોર્ટકટ રસ્તે જવાનું જ બંધ કરી દીધું છે. કેમકે આ રસ્તે વાહનોની કમાન અને મુસાફરોની કમર ભાંગી જાય તે હદે રસ્તામાં ખાડાઓ આવેલ છે. 
કેનાલ કાંઠોનો આ રોડ ચોમાસા બાદ નવીનીકરણ કરવા અને હાલ ચાલવા લાયક બની જાય તે માટે રીપેરીંગ કરવા સ્થાનિકો, ભાવિકો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application