રાજીવનગર વિસ્તારમાં એક વર્ષથી ખોદકામ બાદ પણ રસ્તા સમથળ નહીં થતા આક્રોશ

  • March 29, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં એક વર્ષથી ખોદકામ બાદ પણ રસ્તા સમથળ થયા નથી  ત્યાં હવે ગેસની પાઇપલાઇન માટે આડેધડ ખોદકામ થઇ રહ્યુ છે તેના લીધે લોકો ખુબજ પરેશાન છે તેથી આ અંગે હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પાઠવાયુ છે. 
હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અરવિંદ આર. જોષીએ પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનપત્ર મોકલી રજૂઆત કરેલ છે કે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં ભુગર્ભગટરના ખાડા એક વર્ષથી ખોદકામ કરેલ છે. હજુ સુધી આ ખાડાઓ બુરવામાં આવ્યા નથી. તેમજ નવા રોડ બનાવવામાં આવ્યા નથી. રાજીવનગર આખામાં આ ખાડાઓના કારણે રાત્રી તેમજ દિવસ દરમિયાનમાં રીક્ષાવાળાને ‚ા. ૧૦૦ આપતા પણ કોઇ રીક્ષાવાળા ભાડા કરતા નથી અને રાજીવનગરમાં આવવાની ના પાડે છે.
આમ છેલ્લા એક વર્ષથી ખાડા ખોદીને અધૂરા કામ મૂકી દીધા છે અને રસ્તાઓ કરવામાં આવ્યા નથી એટલે શું આ અમીર અને રાજકારણી નેતાઓ નાની પ્રજાને જ હેરાન કરવાની છે. પ્રજાના મોઢા તો સાવ સિવાય ગયા છે અને તેમજ આ રાજકારણી નેતાઓ અને સરકારી અમલદારોના કારણે પ્રજાના મોઢે ડરના કારણે તાળા દેવાઇ ગયા છે.
આ ખાડાઓ પુરાણા નથી ત્યાં અદાણી ગેસ દ્વારા ગેસએજન્સીવાળા મોટા મોટા બબ્બે મશીનો લઇ ખાડા ખોદવાનું ચાલુ કરી દીધુ છે અને ગેસલાઇન ત્યાં કયારે આવશે પણ પાછળથી ખાડા બુરવા કોઇ આવતુ નથી.
માટે આ પોરબંદર જિલ્લાનું સરકારી તંત્ર તેમજ રાજકીય સાંસદ અને ધારાસભ્યોને એટલુ જ કહેવાનું કે રાજીવનગરના રસ્તાઓ ચોમાસામાં વહેલામા વહેલીતકે નવા કરી આપવા અરજ છે અને ચોમાસામાં રાજીવનગરમાં વસતા લોકોને જે કંઇપણ હાની કે નુકશાન થયુ  તેના માટે સરકારીતંત્ર અને રાજકારણીઓ જવાબદાર રહેશે . આ અંગે તાકીદે પગલા ભરવામાં નહી આવે તો પોરબંદર જિલ્લાના હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે.
આ ખાડા ખોદવાના વિરોધમાં રાજીવનગરના મહિલા અગ્રણી હંસાબેન, દર્શનાબેન જોષી, હીરાબેન, મનીષાબેન વગેરે મહિલાઓએ હાજર રહી વિરોધક નોંધાવ્યો હતો.
રાજીવનગરમાં ભાજપના અગ્રણી નેતાઓ હવે મત લેવા આવતા નહી અને આવશો તો દરવાજા બંધ થઇ જશે. તેવી ચેતવણી પણ અરવિંદભાઇ જોષીએ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application