લાલપુરથી મોટા ખડબા, ઝાખરથી વાડીનાર સુધી ૨૬ કરોડના ખર્ચે રસ્તા થશે રીફ્રેશ

  • February 14, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને મળેલી સફળતા: વડાપ્રધાન અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીનો સાંસદે આભાર વ્યકત કર્યો

સંસદીય મત વિસ્તારના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લાલપુરથી મોટા ખડબા જતો રસ્તો તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારથી જામનગર જિલ્લાના ઝાખર પાટીયા સુધીનો રસ્તો અતિ ખરાબ હાલતમાં હોય લોકોને વાહન ચલાવવામાં અતિ મુશ્કેલી પડતી હોવાની તેમજ અકસ્માત થતાં હોવાની મળેલ વ્યાપક રજૂઆત અન્વયે રસ્તા રીસરફ્રેશ કરવા બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ તે અન્વયે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ સ્કીમ હેઠળ બંને રસ્તાના કામો કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
જામનગર જિલ્લામાં ઝાખર પાટીયાથી વાડીનાર રોડનું રુા.૧૧ કરોડનું અને લાલપુરથી મોટા ખડબા રોડનું રુા.૧૫ કરોડ એમ કુલ ૨૬ કરોડના કામોને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલ છે જે અંગે વહિવટી મંજુરી તેમજ અન્ય જરુરી પ્રક્રિયા પૂર્ણ થયે આ કામો તાત્કાલીક શરુ કરવામાં આવશે.
સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર સંસદીય મત વિસ્તારના ઉકત બંને ઉપયોગી માર્ગોના રીકાર્પેટના કામો મંજુર થતાં લગત વિસ્તારોના ગામો માટે પરીવહન અને આવન-જાવન માટે ખુબ સાનુકુળતા થશે. જનસુવિધાના આ મહત્વન વિકાસ કામો મંજુર કરવા બદલ સંસદસભ્ય પૂનમબેન મડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના મંત્રી નિતીન ગડકરી તથા રાજય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News