દ્વારકા પંથકમાં રોડ સેફટી માસ : વાહનોમાં રીફલેકટર લગાવવાની ઝુંબેશ

  • February 05, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમી દ્વારકા જિલ્લામાં વાહન અકસ્માત ખાસ કરીને ફેટલના બનાવો અટકાવવા માટે તેમજ ફેબ્રુઆરી અને માર્ચના માસ દરમ્યાન દ્વારકા જિલ્લામાં રાત્રીના સમયે તેમજ વહેલી સવારે પરોઢના સમય દરમ્યાન ધુમ્મસવાળુ વાતાવરણ રહેતુ હોય જેના કારણે અકસ્માતના બનાવો બનતા હોય, દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતી દ્વારા તા. ૩-૨-૨૪ ના સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અગત્યના રોડ પરની ચેક પોસ્ટ તેમજ ટોલનાકા ખાતે અલગ અલગ ટીમો બનાવી ત્યાથી પસાર થતા વાહનો જેવા કે ટ્રક, હેવી વાહન, બસ, ટ્રેકટર, છકડો રીક્ષા વિગેરે મળી ૫૫૪ જેટલા વાહનોમાં રીફલેકટર લગાવવાની કાર્યવાહી કરવા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application