રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી 'રેડ 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રિતેશ દેશમુખ વિલનના રોલમાં હશે. બંને પહેલા પણ સાથે જોવા મળ્યા છે.
આ પહેલા બંને કલાકારો ઈન્દ્ર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'માં કોમેડી કરતા જોવા મળ્યા હતા, ત્યારે 'રેડ 2'માં બંનેનો રોલ 'ટોટલ ધમાલ' કરતા બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં બંને પાત્રો એકબીજા સાથે આમને સામને જોવા મળશે. રિતેશ દેશમુખ વિલનનો રોલ પ્લે કરવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.
અજય વર્સેસ રિતેશની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેનું શૂટિંગ એક-બે રાજ્યોમાં નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પાયે થવાનું છે.
આ ફિલ્મમાં અજય સાથે વાણી કપૂર ફીમેલ લીડમાં હશે. ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. 'રેડ 2' અજયની આ વર્ષની બીજી મોટી સિક્વલ ફિલ્મ છે.
રિતેશ દેશમુખની વાત કરીએ તો તેને વર્ષ 2000માં ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેને 'ટોટલ ધમાલ', 'હાઉસફુલ', 'હે બેબી', 'હમશકલ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં તેની એક્ટિંગ પણ જબરદસ્ત હતી. કોમેડી, રોમાન્સ અને પોઝિટિવ રોલ સિવાય તેણે નેગેટિવ રોલમાં પણ પોતાની ઓળખ બનાવી છે. રિતેશ 2014ની ફિલ્મ 'એક વિલન' અને 'મરજાવાં'માં પડદા પર ખૂબ જ સારી રીતે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. હવે તે અજય દેવગનની ફિલ્મમાં પણ વિલનનો રોલ પ્લે કરવા જઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech