ભારત સહિત વિકાસશીલ અને ગરીબ દેશોમાં દવાઓ મોંઘી થવાનું જોખમ

  • May 20, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં દવાના ભાવમાં ૩૦ થી ૮૦ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. યુએસ સરકાર પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓના ભાવમાં સરેરાશ ૫૯ ટકા ઘટાડો કરી રહી છે. ટ્રમ્પના નવા આદેશની ભારત પર વિપરીત અસર થવાની ધારણા છે. આનાથી ભારત સહિત વિકાસશીલ અને ગરીબ દેશોમાં દવાઓ, ખાસ કરીને વિશેષ દવાઓની કિંમતો વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર દબાણ વધી શકે છે. પેટન્ટ કાયદાને કડક કરીને આ કરી શકાય છે. આ સાથે, વૈશ્વિક ફાર્મા કંપનીઓ દેશમાં નવી દવાઓ લોન્ચ કરવામાં વિલબં કરી શકે છે અથવા ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશોમાં તેને ઓછી કિંમતે વેચી શકે છે. આ બધું ટ્રમ્પના 'મોસ્ટ ફેવર્ડ નેશન' પ્રાઈસિંગ મોડલને કારણે હોય શકે છે.
ટ્રમ્પના 'મોસ્ટ ફેવર્ડ નેશન' પ્રાઇસિંગ મોડલનો ઉપયોગ ભારતીય ફાર્મા કંપનીઓને પણ અસર કરશે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં દવાની છૂટક કિંમત વિશ્વના અન્ય દેશોની જેમ જ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપની ભારતમાં તેની દવા ૧૦૦ પિયામાં વેચે છે, તો કંપની તે દવા અમેરિકામાં વધુ કિંમતે વેચી શકતી નથી. ટ્રમ્પની નીતિથી કંપનીઓના નફા પર અસર થશે.
ટ્રમ્પની આ નીતિથી બ્રાન્ડેડ અને વિશેષ દવાઓની કિંમતો પર મોટી અસર થવાની ધારણા છે. અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ અન્ય દેશો કરતાં ૫ થી ૧૦ ગણી મોંઘી છે. આવી સ્થિતિમાં, ભારત સહિત વૈશ્વિક ફાર્મા કંપનીઓએ કાં તો અમેરિકામાં તેમની દવાઓની કિંમતોમાં ઘટાડો કરવો પડશે અથવા ભારત સહિત અન્ય દેશોમાં ભાવમાં નોંધપાત્ર વધારો કરવો પડશે. તેનાથી કંપનીઓના નફામાં ઘટાડો થશે, જેની અસર જેનરિક દવાઓ પર પડી શકે છે. ઘણી ફાર્મા કંપનીઓ પણ અમેરિકન માર્કેટમાંથી બિઝનેસ પાછી ખેંચી શકે છે.
અમેરિકામાં જેનરિક દવાઓનું બજાર ૧૨૮ અબજ ડોલરનું છે, તે ભારત કરતાં ૬ ગણું મોટું છે, જેનરિક દવાઓની કુલ અમેરિકન આયાતમાં ભારતનો હિસ્સો ૪૦ ટકા છે. ભારતીય ફાર્મા કંપનીઓ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં યુએસએમાં . ૭૫,૦૦૦ કરોડની નિકાસ કરશે, જે ભારતીય કંપનીઓની કુલ નિકાસના લગભગ ૩૧ ટકા છે.
છેલ્લા બે વર્ષમાં સ્થાનિક કંપનીઓએ ૪૩૪૭ નવા ઉત્પાદનો લોન્ચ કર્યા, આ સમયગાળા દરમિયાન વૈશ્વિક કંપનીઓએ ભારતીય બજારમાં ૧૭૬ નવી ફાર્મા પ્રોડકટસ લોન્ચ કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News