રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો અવકાશમાં ૧૦૦૦ દિવસ પૂરા કરનાર વિશ્વના પ્રથમ વ્યકિત બન્યા છે. રશિયામાં, એસ્ટ્રોનોટને કોસ્મોનોટ કહેવામાં આવે છે. ઓલેગે અવકાશમાં એકંદરે ૧૦૦૦ દિવસ પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ રશિયન અવકાશયાત્રી ગેન્નાડી પડાલ્કાના નામે હતો. તેણે અવકાશમાં ૮૭૮ દિવસ વિતાવ્યા હતા.
ઓલેગે તેની પાંચમી અવકાશ સફરમાં અવકાશમાં ૧૦૦૦ દિવસ પૂરા કર્યા છે. તેઓ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કમાન્ડર પણ બન્યા છે. ઓર્બિટલ લેબોરેટરી એટલે કે પૃથ્વીની આસપાસ ફરતા આંતરરાષ્ટ્ર્રીય અવકાશ સ્ટેશન પર તેમની છેલ્લી અવકાશ યાત્રા ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થઈ હતી. ત્યારબાદ તેને સોયુઝ અમુસ–૨૪ અવકાશયાન દ્રારા સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યો હતો.
તેમની સાથે રશિયન અવકાશયાત્રી નિકોલાઈ શુબ અને નાસાના અવકાશયાત્રી લોરલ ઓ'હારા પણ હતા. હવે ઓલેગ અને નાસાના અવકાશયાત્રી ટ્રેસી ડાયસન સપ્ટેમ્બર ૨૦૨૪માં પૃથ્વી પર પાછા ફરશે. નાસાના ટ્રાન્સલેશનલ રિસર્ચ ઇન્સ્િટટૂટ ફોર સ્પેસ હેલ્થ (ટ્રીસ)ના ભૂતપૂર્વ ચીફ ઇમેન્યુઅલ ઉકિતાએ જણાવ્યું હતું કે ઓલેગ એક ખાસ વ્યકિત છે. તેણે જે કયુ છે તે એક સીમાચિ઼પ છે. આવું કરવું દરેક વ્યકિત માટે સરળ નથી. હવે તેણે અવકાશમાં થોડા વધુ મહિના પસાર કરવાના છે.
ઉકિતા અવકાશયાત્રીઓના શરીરનો અભ્યાસ કરી રહી છે. જેથી કેટલીક બાબતો જાણી શકાય. પ્રથમ એ છે કે પૃથ્વીથી લાંબા અંતરે રહેતા સંદેશાવ્યવહારની કેટલી અસર થાય છે. રેડિયેશનની અસર શું છે? એકલા અને બધં જગ્યાએ રહેવાથી શરીર અને મન પર શું અસર થાય છે. ગુત્વાકર્ષણ અને બધં વાતાવરણમાં રહેવાની અસર શરીર પર પડે છે.
ઉકિતાએ કહ્યું કે ઓલેગના પરત ફર્યા બાદ અમને તપાસ બાદ ઘણી નવી બાબતો જાણવા મળશે. કારણ કે તેણે મોટાભાગના દિવસો અવકાશમાં વિતાવ્યા છે. એ અલગ વાત છે કે લોકો પૂછશે કે તેણે આ એક મિશનમાં કઈ હાંસલ નથી કયુ. પરંતુ તેણે જુદા જુદા મિશન દરમિયાન ૧૦૦૦ દિવસ અવકાશમાં વિતાવ્યા છે. તેની અસર તેના શરીર અને મન પર પણ થઈ હશે. જેની અમે તેના આવ્યા બાદ તપાસ કરીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech