ઈદ દરમિયાન મુંબઈમાં હુલ્લડ, બોમ્બ વિસ્ફોટની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ બની ગયું છે અને સમગ્ર નગરીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.ઈદ દરમિયાન 'હુલ્લડો, બોમ્બ વિસ્ફોટ' થવાની ચેતવણી આપતો સંદેશ એક્સ પર મુકવામાં આવ્યો છે.એક્સ પરની ચેતવણીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક ગેરકાયદેસર રોહિંગ્યા/બાંગ્લાદેશી/પાકિસ્તાની ઘૂસણખોરો" ના કારણે આગ, રમખાણો અને બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર પોલીસને ચેતવણી સંદેશ મળ્યા બાદ સમગ્ર મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ઈદ દરમિયાન કેટલાક ચોક્કસ વિસ્તારોમાં 'હિન્દુ-મુસ્લિમ રમખાણો, આગ અને બોમ્બ વિસ્ફોટ' થઈ શકે છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, ડોંગરી જેવા વિસ્તારો માટે ચેતવણી જારી કરવામાં આવી હતી, જ્યાં "કેટલાક ગેરકાયદેસર રોહિંગ્યા/બાંગ્લાદેશી/પાકિસ્તાની ઘૂસણખોરો" દ્વારા આવા કૃત્યો થઈ શકે છે. પોસ્ટમાં નવી મુંબઈ પોલીસના હેન્ડલને ટૅગ કરવામાં આવ્યું હતું.
અહેવાલ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી મુંબઈએ મુંબઈ પોલીસને ચેતવણી આપી હતી, જેના પગલે સમગ્ર નાણાકીય રાજધાનીમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી અને ડોંગરી જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. અધિકારીએ નોંધ્યું હતું કે અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ નોંધાયું નથી.મુંબઈ પોલીસ કર્મચારીઓ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચ, આતંકવાદ વિરોધી ટુકડી અને વિશેષ શાખા પણ સતર્ક છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
દિલ્હી પોલીસને પણ ચેતવણી
વધુમાં, તે જ વ્યક્તિએ દિલ્હી પોલીસ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ આવો જ સંદેશ મોકલ્યો હતો. બીજી એક પોસ્ટમાં, તેમણે રાજધાનીની પોલીસને 31 માર્ચ - 1 એપ્રિલના રોજ ઈદ દરમિયાન સતર્ક રહેવાની ચેતવણી આપી હતી કારણ કે કેટલાક ગેરકાયદેસર રોહિંગ્યા/બાંગ્લાદેશી/પાકિસ્તાની મુસ્લિમો ચાંદની ચોક, જામા મસ્જિદ, જહાંગીરપુરીમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અથવા બોમ્બ વિસ્ફોટ કરી શકે છે. અગાઉ, દિલ્હી પોલીસે પૂર્વ દિલ્હીમાં ઈદની ઉજવણી અને ગયા શુક્રવારની નમાજ માટે તેના સુરક્ષા પગલાં વધારી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech