લાંબી લડત બાદ 30 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, વર્ષ 2017માં જીત્યો ખિતાબ
વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ત્રિપુરાનો ખિતાબ જીતનારી રિંકી ચકમાનું આજે નિધન થયું છે. રિંકી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેમની ઉંમર લગભગ 30 વર્ષની હતી. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોડલના મૃત્યુની પુષ્ટિ કરી છે.
તેમના નિધનથી ફેન્સ માટે ખૂબ જ દુઃખ છે. તે લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. થોડાં દિવસો પહેલા તેના મિત્રએ લોકોને ફંડ દાન કરવાની વિનંતી કરતી એક પોસ્ટ શેર કરી હતી.
રિંકી ચકમાનું મૃત્યુ કેવી રીતે થયું?
રિંકી ચકમાનું અવસાન થયું છે. તે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હતી. નિદાન થયા બાદ તેની સર્જરી પણ કરવામાં આવી હતી. જો કે આ પહેલા તેના શરીરમાં કેન્સર ફેલાઈ ગયું હતું. આ કારણે તેને બ્રેઈન ટ્યુમર પણ થયો હતો. તેમને 22 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિંકીને મિસ બ્યુટી વિથ અ પર્પઝનો ખિતાબ મળ્યો હતો. રિંકી 2022થી કેન્સર સામે લડી રહી હતી.
નેહા ધૂપિયાએ દુઃખ કર્યું વ્યક્ત
મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને તેમના નિધનની પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પણ કોમેન્ટ સેક્શનમાં તૂટેલા દિલની ઈમોજી પોસ્ટ કરી છે.
મોડલ પ્રિયંકા કુમારીએ થોડાં દિવસો પહેલા આ પોસ્ટ શેર કરી હતી
મોડલ પ્રિયંકા કુમારી અને રિંકીના મિત્રએ થોડા દિવસો પહેલા તેના માટે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લોકોને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. તેણે લખ્યું હતું કે, “અમે અમારી મિત્ર રિંકી ચકમા માટે ફંડ એકઠું કરી રહ્યા છીએ. સારવાર ચાલુ રહે તે માટે પૈસા એકત્ર કરવાની જરૂર છે. દાન કરવાનો વિચાર કરો.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech