રાજકોટ મહાપાલિકાના હોડિગ બોર્ડ ઉપર જાહેરાતો પ્રસિધ્ધ કરવાના ત્રિ–વાર્ષિક કોન્ટ્રાકટ માટે ૩૩ સાઇટની ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી જેમાં ૯ એજન્સીના ટેન્ડર આવ્યા હતા તેમાંથી પાંચ એજન્સી ટેકિનકલ બીડમાં ડિસ્કવોલિફાઇ થતા ચાર એજન્સીને કામ આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાઇ હતી. દરમિયાન આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીના અધ્યક્ષસ્થાને મળેલી ભાજપની સંકલન મિટિંગમાં આ દરખાસ્ત મામલે ખુદ ભાજપના જ કોર્પેારેટરોમાંથી એવો સુર ઉઠો હતો કે એડ એજન્સીઓ વચ્ચે રિંગ થઇ જતા ઓછા ભાવ આવ્યા છે અને તેથી મહાપાલિકાને આર્થિક નુકસાન થશે તેમ જણાતું હોય આ દરખાસ્ત મંજુર કરવી ન જોઇએ. પાર્ટી સંકલન મિટિંગમાં આ મામલે જોરશોરથી ચર્ચા થતા અંતે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ વિશેષ અભ્યાસના હેતુથી દરખાસ્ત પેન્ડિંગ રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યેા હતો.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવ એજન્સીના ટેન્ડર આવ્યા હતા. કુલ નવમાંથી પાંચના ટેકિનકલ બીડ ડિસ્કવોલિફાઇ થયા હતા તેથી ચાર એજન્સીને કામ આપવા દરખાસ્ત આવી હતી. કુલ ૩૩માંથી ૩૦ સાઇટસ માટે ટેન્ડર આવ્યા હતા અને તે ૩૦માંથી ૨૧ સાઇટ તો ફકત એક જ એજન્સીને આપવાની દરખાસ્ત હતી! એકંદરે મર્યાદિત એજન્સીઓને જ સાઇટ અપાતી હોવાનું જણાતા રિંગ થઇ ગયાની શંકા પ્રબળ બની હતી તેથી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ દરખાસ્ત વિશેષ અભ્યાસના હેતુથી સર્વાનુમતે પેન્ડિંગ રાખવામાં આવી હતી.
હવે આગામી દિવસોમાં આ અંગે ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કોન્ટ્રાકટ મંજુર કરવા કે નહીં ? તે અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્રારા નિર્ણય કરવામાં આવશે
કઇ સાઇટ માટે કેટલા ભાવની ઓફર આવ
૧ યાજ્ઞિક રોડ આરકેસી પાસે૪,૩૧,૯૯૯
૨ યાજ્ઞિક રોડ માલવીયા ચોક૩,૦૧,૯૯૯
૩ યાજ્ઞિક રોડ માલવીયા ચોક૧,૩૫,૦૦૦
૪ યાજ્ઞિક રોડ માલવીયા ચોક૧,૮૪,૦૦૦
૫ સરદારનગર મેઇન રોડ૧,૮૪,૦૦૦
૬ હરિહર ચોક નજીક૧,૨૧,૯૯૯
૭ રેસકોર્સ બહત્પમાળી ભવન ચોકટેન્ડર આવેલ નથી
૮ રેસકોર્સ સ્ટેડિયમ દરવાજા પાસે૪,૫૧,૯૯૯
૯ રેસકોર્સ ફન વલ્ર્ડ દરવાજા પાસે૨,૫૧,૯૯૯
૧૦ રેસકોર્સ બાલભવન પાસે૪,૫૧,૯૯૯
૧૧ ઇન્કમટેકસ ઓફિસ સામે૨,૫૧,૯૯૯
૧૨ મેયર બંગલો સામે૨,૨૧,૯૯૯
૧૩ જવાહર રોડ તોરલ કોમ્પ.સામે૨,૧૧,૯૯૯
૧૪ કિસાનપરા કેન્સર હોસ્પિ.સામે૫,૫૧,૯૯૯
૧૫ કિસાનપરા કેન્સર હોસ્પિ.સામે ૫,૬૧,૯૯૯
૧૬ કાલાવડ રોડ આત્મીય પાસે ટેન્ડર આવેલ નથી
૧૭ કાલાવડ રોડ કેકેવી ચોક કોર્નર ૨,૨૧,૯૯૯
૧૮ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામે ૫,૫૧,૯૯૯
૧૯ કાલાવડ રોડ ફિલ્ટર પ્લાન્ટ પાસે૩,૧૧,૯૯૯
૨૦ કાલાવડ રોડ સ્વિમિંગ પુલ પાસે૪,૧૧,૯૯૯
૨૧ હોસ્પિટલ ચોક બ્રિજ–૧ ૨,૨૨,૭૭૭
૨૨ હોસ્પિટલ ચોક બ્રિજ–૨ ૨,૨૨,૭૭૭
૨૩ કેકેવી બ્રિજ કોટેચા બાજુ ૧૯,૫૧,૯૯૯
૨૪ કેકેવી બ્રિજ મોટામવા બાજુ ૨૨,૫૧,૯૯૯
૨૫ હોસ્પિટલ ચોક બ્રિજના છેડે ૧૧,૯૧,૯૯૯
૨૬ હોસ્પિટલ ચોક બ્રિજના છેડે ૪,૫૫,૫૫૫
૨૭ હોસ્પિટલ ચોક બ્રિજ છેડે ૧૦,૮૧,૯૯૯
૨૮ ગોંડલ રોડ બ્રિજ મવડી બાજુ ૭,૧૧,૯૯૯
૨૯ ગોંડલ રોડ બ્રિજ કોલેજ બાજુ ૬,૦૧,૯૯૯
૩૦ જડૂસ બ્રિજ એજી ચોક ટેન્ડર આવેલ નથી
૩૧ જડૂસ બ્રિજ મોટામવા તરફ ૨૦,૫૧,૯૯૯
૩૨ જડૂસ બ્રિજ પેકેજ–એ છ બોર્ડ–૧૨,૯૯,૧૧૧
૩૩ હોસ્પિટલ બ્રિજ પેકેજ–બી ચાર બોર્ડ ૮,૦૮,૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech