રાજકોટ મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવા તેની નવી બસો કે સિનિયર સિટીઝન્સને વિનામૂલ્યે મુસાફરી પાસ જેવી સુવિધાસભર યોજનાઓ માટે જેટલી ચર્ચામાં રહેતી નથી તેથી વધુ અકસ્માતો મામલે ચર્ચામાં રહે છે. કેન્દ્ર સરકાર અને રાય સરકાર નાગરિકોને સિટી બસની સુવિધા મળી રહે તે માટે મોઢે માંગી ગ્રાન્ટ ફાળવી નવી બસો આપે છે પરંતુ મહાપાલિકા તત્રં સંચાલનમાં પોતાની નિષ્ફળતા નોંધાવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, દરમિયાન ગઇકાલે રવિવારે બપોરે મહિલા કોલેજ ચોક અન્ડર બ્રિજ ચોકમાં થઇ કિસાનપરા ચોક તરફ જતો ઢાળ ચડતી વેળાએ કોસ્મો કોમ્પ્લેકસ નજીક તદ્દન નવી ઇલેકિટ્રક સિટી બસનું આગલું ટાયર ધડાકાભેર ફાટું હતું. જો કે ડ્રાઇવરની સમય સુચકતાને કારણે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
દરમિયાન આ મામલે રાજકોટ મહાપાલિકાના સિટી બસ વિભાગના સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું કે, ઉપરોકત ઘટના ટ નં.૪૧ની ઇલેકિટ્રક બસમાં બની હતી, જે કોઠારીયા રોડ ઉપરના વિનોદનગરથી યુનિવર્સીટી રોડ ઉપર શિલ્પન ઓનેકસ નજીક આવેલા નદં ભૂમિ ટાવર સુધીનો બસ ટ છે. આ બસમાં કયા કારણોસર ટાયર ફાટવાની ઘટના બની તે મામલે ટેકિનકલ વિભાગને તપાસ સોંપી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગઇકાલે બપોરે બનેલી ઘટનાનું કારણ આજે બપોર સુધી બહાર આવ્યું નથી. અવાર નવાર બનતી આવી ઘટનાઓને કારણે મહાપાલિકાની પ્રતિાને ઝાંખપ લાગી રહી છે ઉપરાંત સિટી બસમાં મુસાફરી કરતા લોકો ભય અનુભવી રહ્યા છે. બ્રિજનો ઢાળ ચડતી વેળાએ બનેલી ઉપરોકત ઘટના વેળાએ જો બસની સ્પીડ સ્હેજ પણ વધુ હોત અથવા તો ડ્રાઇવરએ સતર્કતા કે સમય સુચકતા ન દાખવી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત તેમ આ ઘટના જોનારા નાગરિકોએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજ્યાં ઔરંગઝેબની કબર છે તે ખુલ્દાબાદ શહેરનું નામ બદલાવીને રત્નાપુર કરાશે
April 08, 2025 03:14 PMભાગીદારીના બહાને લીધેલા 25.21 લાખ પરતનો ચેક રિટર્નના કેસમાં આરોપી નિર્દોષ
April 08, 2025 03:11 PMઅમરનગરમાં લુખ્ખાઓની ટોળકીનો આતંક: ત્રણ ઝડપાયા
April 08, 2025 03:10 PMમિલાપનગરમાં રાત્રે કારના કાચ ફોડી,ટાયરમાં છરીના ઘા માર્યા
April 08, 2025 03:05 PMરામ વનમાં રામનવમીએ નિ:શુલ્ક પ્રવેશ છતાં ફક્ત ૧૮૨૯ મુલાકાતીઓ આવ્યા
April 08, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech