જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરેલી આઈડી મારફતે આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર રન ફેરનો જુગાર રમી રહેલા એક રીક્ષા ચાલક તથા એક સફાઈ કામદારને ઝડપી લીધા છે, ત્યારે તેઓ સાથે સોદાની કપાત કરનાર એક બુકીને ફરારી જાહેર કરાયો છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તાર માં બે શખ્સો મોબાઈલ ફોનમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વિપુલ ઉર્ફે બાઠીયા અમૃતલાલ ગોરી નામના રીક્ષા ચાલક તેમજ મહેશ રામજીભાઈ મકવાણા નામના સફાઈ કામદારને ઝડપી લીધા હતા.
જે બંને પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેઓ ૭૪૩૪૮૦૫૦૧૫ નંબરના મોબાઈલ ધારક સાથે ક્રિકેટ ના સોદાની કપાત કરતા હોવાથી તે નંબરના વપરાશકર્તા મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહિદને પોતાની કિમત સમજાઈ: ફર્ઝી 2 માટે તગડી ફી વસુલી
May 10, 2025 11:45 AMપવનદીપ રાજન હજુ પણ આઈસીયુમાં, 8 કલાક સર્જરી ચાલી
May 10, 2025 11:43 AM૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં
May 10, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech