રિચર્ડસને ઓલિમ્પિકમાં ઓસી. માટે ૩ મેડલ જીત્યા બાદ છોડી નાગરિકતા

  • August 22, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સાઈકિલસ્ટ મૈટ રિચર્ડસને તાજેત્તરમાં સમા થયેલ ઓલિમ્પિક ખેલમાં શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ચંદ્રક જીત્યા હતા. તેમણે વ્યકિતગત સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા યારે ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું. પરંતુ પેરિસ ઓલિમ્પિક સમા થતાની સાથે જ તેમણે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છોડીને સૌને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયા સાઈકિંલગ ગવનિગ બોડીએ આ નિર્ણય પર નારાજગી વ્યકત કરી છે.
રિચર્ડસને કહ્યું કે, ઓસ્ટ્રેલિયા છોડવાનો નિર્ણય તેમના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. તેમણે કહ્યું કે, બ્રિટન પરત ફરવું સરળ નિર્ણય નથી. હત્પં લાંબા સમય સુધી આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યો હતો. હત્પં જાણું છું કે, મારા માટે આગળ વસ્તુઓ સરળ નહીં હોય પરંતું હત્પ નવી ઉંચાઈએ પહોંચવા અને આગળ વધવા માટે ઉત્સાહી છું. રિચર્ડસને કહ્યું કે, હત્પં આગામી બે વર્ષ દરમ્યાન વિશ્વ કપ અને કેટલીક મહત્વપુર્ણ ચેમ્પિયનશિપ નહીં રમી શકું. પરંતુ મારા માટે આ નવી શઆતનો સમય છે. હત્પં ગ્રેટ બ્રિટનની ટીમની સાથે જોડાવવા માટે આતુર છું.
રિચર્ડસને કહ્યું કે, જો કે, ઈંગ્લેન્ડ પરત ફરવું સરળ નહી હોય ને તેમણે બે વર્ષનો પ્રતિબધં સહન કરવો પડશે. હકીકતમાં અંડર યૂનિયન સાઈકિલસ્ટ ઈન્ટરનેશનલનો નિયમ છે કે, જો કોઈ સાઈકિલસ્ટ નાગરિકતા બદલે છે તો તે બે વર્ષ સુધી કોઈ આંતરરાષ્ટ્ર્રીય સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયા સાઈકિંલગ ગવનિગ બોડીએ પણ યૂસીઆઈને આગ્રહ કર્યેા છે કે, રિચર્ડસન સામે કડકાઈ વર્તવામાં આવશે અને સ્પષ્ટ્ર કરવામાં આવશે કે તેમને બે વર્ષનો પ્રતિબધં સહન કરવો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News