સૌરાષ્ટ્ર્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં આજે એકાએક ફેરફાર થયો છે. ભેજનું પ્રમાણ વધી ગયું છે અને અપર લેવલે વાદળો જોવા મળે છે. નર્મદા જિલ્લાના સાંગબારા અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય ઝાપટું પડું છે અને રાયના અનેક વિસ્તારોમાં આજથી બે દિવસ માવઠાની ચેતવણી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર કચ્છ અને ગુજરાત જેવી જ સ્થિતિ દેશના અનેક રાયોમાં છે અને વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં આજે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી નવસારી વલસાડ ડાંગ તાપી અને સૌરાષ્ટ્ર્રમાં ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
અરબી સમુદ્રના સાઉથ ઈસ્ટ દિશામાં ટ્રફ સર્જાયું છે અને તે સાયકલોનિક સકર્યુલેશનની સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યું હોવાથી દેશના અનેક રાયોમાં વરસાદ શ થયો છે. તામિલનાડુ અને પુડીચેરીમાં દરિયો તોફાની બન્યો છે. દરિયાકાંઠે પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૫૫ કીલોમીટર સુધી પહોંચી જતી હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતના તામિલનાડુ પુડીચેરી કેરલા લક્ષદ્રીપ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગપે જમ્મુ કશ્મીર માં હિમવર્ષા સાથે વરસાદ પડે છે તો ઉત્તરાખડં લદાખ અને હિમાલયન રિજીયનમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ બિહારમાં પણ વરસાદ ચાલુ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી ટ્રફ અને સાયકલોનિક સકર્યુલેશન ની સિસ્ટમના કારણે આજથી બે દિવસ માટે ગુજરાત મહારાષ્ટ્ર્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેબ્રુઆરીમાં વેજ-નોનવેજ થાળીના ભાવમાં 5 ટકાનો ઘટાડો: રિપોર્ટ
March 11, 2025 10:29 AMદ્વારકા જિલ્લામાં બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત
March 11, 2025 10:25 AM2027 સુધીમાં એઆઈ ક્ષેત્રમાં 10 લાખથી વધુ કુશળ વ્યાવસાયિકોની અછત સર્જાશે
March 11, 2025 10:25 AMજામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા દિનની ઉજવણી
March 11, 2025 10:23 AMમહિલાઓની છેડતી કરનારને માર મારવો જોઈએ અને બળાત્કારીઓને નપુંસક બનાવી નાખોઃ રાજસ્થાનના રાજ્યપાલ
March 11, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech