હાર્દિક થી અલગ થયા બાદ નતાશા મુવ ઓન થઈ ચુકી છે અને તેને તાજેતરમાં જ નવા મ્યુઝિક વીડિયોની જાહેરાત પણ કરી દીધી છે.
નતાશાએ 18 જુલાઈ 2024ના ક્રિકેટર હાર્દિક પંડ્યા 4 વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશા હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશાનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે. તેમણે સિંગર પ્રીત ઈન્દર સાથે પોતાનો પહેલો પ્રોજેક્ટ તેરે કેરકેની જાહેરાત કરી છે. આ જાહેરાત તેના પૂર્વ પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ કરી છે. સાર્બિયાની આ મોડલનો પોતાના નવા મ્યુઝિક વીડિયોનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મ્યુઝિક વીડિયો યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.નતાશાની આ પોસ્ટ પર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. હાર્દિકના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા પણ રિએક્ટ કર્યું છે. કોમેન્ટમાં દિલની ઈમોજી પોસ્ટ કરી છે.
નતાશા હવે પોતાના કામ પર ધ્યાન આપી રહી છે અને ચાહકો તેને ફરીથી સ્ક્રિન પર જોવા માટે તૈયાર છે.
નતાશા અને હાર્દિકે લગ્નના 4 વર્ષ બાદ આ સંબંધોને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, બંન્ને પોતાની મરજીથી અલગ થઈ રહ્યા છે. તેમજ બંન્ને સાથે મળીને દિકરા અગસ્ત્યની પરવરિશ કરી રહ્યા છે.
શૂટિંગ સેટ પરથી ક્લિપ વાયરલ
નતાશા સ્ટેનકોવિકની ક્લિપ શૂટિંગ સેટની છે. જેમાં અભિનેત્રી અલગ અલગ ડ્રેસમાં ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નતાશા બીટ પર શાનદાર ડાન્સ કરી રહી છે.જેને જોઈ ચાહકો પણ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. બંન્ને હજુ આ વાતને લઈ ખુલાસો જાહેર કર્યો નથી.બોલિવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા અલગ થઈ સમય પસાર કરી રહ્યા છે. બંન્ને કોઈના કોઈ વાતથી લાઈમલાઈટમાં આવતા હોય છે. હાર્દિક પંડ્યા હાલમાં તેના દિકરા અગસ્તય સાથે સમય પસાર કરતા જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMફાતિમા સના શેખની આમીર સાથેની પહેલી ફિલ્મ દંગલ નથી
April 04, 2025 12:42 PMનુસરત જહાં કોસ્મેટીક સર્જરીની ખો ભૂલી ગઈ
April 04, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech