આચાર્ય ખીમભાઇ બૈડીયાવદરાની 27 વર્ષની સેવાને બિરદાવી
કલ્યાણપુર તાલુકાની બાકોડી તાલુકા શાળા આચાર્ય ખીમભાઈ બૈડીયાવદરા નો નિવૃત્ત સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઇ ગોરીયા, ટીપીઈઓ જીવાભાઇ હાથલિયા, તાલુકા સંઘના પ્રમુખ કરસનભાઈ રાવલીયા, બાંકોડી ગામના સરપંચ ડાડુભાઇ બૈડીયાવદરા , માજી સરપંચ સામતભાઈ ગોજીયા, મંડળીના મંત્રી રાણાભાઇ કંડોરીયા, જિલ્લા સંઘના ઉપપ્રમુખ કનુભાઈ ગોજીયા, તાલુકા સંઘના મહામંત્રી રવજીભાઈ ડાભી, રાજ્ય પ્રતિનિધિ દલવીરભાઈ ગોજીયા, કે. ની. પીઠાભાઈ, મુકેશભાઈ ચાવડા તથા તમામ પે.સેન્ટરના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા.
ખીમભાઈ બૈડિયાવદરાએ 27 વર્ષ આ શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ બજાવેલી છે તથા વર્ષોથી પ્રાથમિક શિક્ષક સંઘમાં શિક્ષકોના હરેક પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહ્યા હતા. શિક્ષણની સાથે સાથે સમાજ સેવામાં પણ અગ્રેસર રહ્યા છે. તાલુકાના તમામ પે. સેન્ટરના આચાર્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, શિક્ષક મંડળી, ગામના સરપંચ, માજી સરપંચ, વિવિધ શાળાઓ દ્વારા ખીમભાઇ બૈડીયાવદરાનું મોમેન્ટો-સાલ આપીને સન્માન કરવામાં આવેલ હતું, તથા સેવા નિવૃત્તિ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી.
આ કાર્યક્રમનાં અંતે સૌએ સાથે ભોજન લીધું હતું અને આ કાર્યક્રમને યાદગાર બનાવવા બાંકોડી તાલુકા શાળાના સ્ટાફે ખૂબજ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech