કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે આવેલી સરકારી તાલુકા શાળાના આચાર્ય ખીમભાઈ બૈડીયાવદરાનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, ટી.પી.ઈ.ઓ. જીવાભાઈ હાથલીયા, તાલુકા સંઘના પ્રમુખ કરસનભાઈ રાવલીયા, બાંકોડી ગામના સરપંચ ડાડુભાઈ બૈડીયાવદરા, માજી સરપંચ સામતભાઈ ગોજીયા, મંડળીના મંત્રી રાણાભાઈ, વિગેરે સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ખીમભાઈ બૈડિયાવદરાએ 27 વર્ષ આ શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત વર્ષોથી પ્રાથમિક શિક્ષક સંઘમાં શિક્ષકોના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહ્યા હતા. શિક્ષણની સાથે સાથે સમાજ સેવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા હતા. આ બદલ ઉપસ્થિત સૌ કોઈએ તેમનું સ્મૃતિચિહ્ન આપી, સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ આ સમગ્ર આયોજન માટે બાંકોડી તાલુકા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech